ફવાદ ખાને દારૂ પીને કરી ધમાલ

મુંબઇ: પાકિસ્તાની અભિનેતા ફવાદ ખાન બોલીવુડમાં પોતાના કરિયરની શરૂઆત 2014ની ફિલ્મ ‘ખૂબસૂરત’થી કરી હતી. ફવાદ પોતાના નમ્ર સ્વાભાવને કારણે જાણીતો છે અને તાજેતરમાં જ ફવાદે દીપિકા પાદુકોણ સાથે મનીષ મલ્હોત્રાના શો માં રેમ્પ વોક પણ કર્યું હતું.

પરંતુ હવે ચર્ચાઓ થઇ રહી છે કે ફવાદે મનીષ મલ્હોત્રાની પાર્ટીમાં દારૂ પી ને ખૂબ જ ધમાલ કરી હતી. ડીએનએ ને એક સૂત્રએ જણાવ્યું હતું કે, ‘દારૂ પી ને ફવાદ ઘણો આક્રમક થઇ ગયો હતો. તે બૂમાબૂમ કરવા લાગ્યો હતો. તેનો અવાજ દૂર સુધી સંભળાઇ રહ્યો હતો. કેટલાક લોકોએ તેને કંટ્રોલમાં રાખવાનો પ્રયત્ન પણ કર્યો હતો પરંતુ ફવાદ માની રહ્યો હતો નહીં.’

કેટલાક લોકોનું કહેવું છે કે સફળતા મળ્યા પછી ફવાદનો વ્યવહાર ઘણો બદલાઇ ગયો છે. પરંતુ મનીષ મલ્હોત્રાથી જોડાયેલા સૂત્રોનું કંઇક અલગ જ કહેવું છે, ‘ફવાદે બિલકુલ દારૂ પીધું નહતું. તે એક નાનું ગેટ ટૂ ગેધર હતું જેમાં મનીષના પરિવારના સભ્યો અને કેટલાક મોડલ્સ આવ્યા હતાં. ફવાદ મહેમાનો સાથે ખૂબ જ સારી રીતે વાત કરી રહ્યો હતો. તે આવી હરકત કરી જ શકે નહીં. તે એક સારો માણસ છે.’

ફિલેમોની વાત કરીએ તો ફવાદ ખાન, કરણ જોહરની ફિલ્મ ‘એ દિલ હે મુશ્કિલ’માં જોવા મળશે.

You might also like