પત્ની અને બાળકોને સાથે રાખીને ચરસની હેરાફેરી

અમદાવાદ: શહેરના સરખેજ વિસ્તારમાં ફતેવાડી નજીકથી ક્રાઇમ બ્રાન્ચે બે કિલો ચરસ સાથે એક શખસની ધરપકડ કરી છે. આરોપી તેની પત્ની અને બાળકો સાથે જઇ રહ્યો હતો ત્યારે ક્રાઇમ બ્રાન્ચે તેને આબાદ ઝડપી લીધો હતો. પોલીસે હાલ આરોપીની વધુ પૂછપરછ શરૂ કરી છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ એસ.એલ.ચૌધરીની સ્કોડને બાતમી મળી હતી કે એક યુવક તેની પાસે ચરસનો જથ્થો લઇ જઇ રહ્યો છે. જેના આધારે પોલીસે ગત રાત્રે ફતેવાડી વિસ્તારમાં હજીરા મજિસ્દ પાસે વોચ ગોઠવી હતી. દરમ્યાનમાં એક યુવક તેની પત્ની અને બાળક સાથે પસાર થઇ રહ્યો હતો.

ક્રાઇમ બ્રાન્ચની ટીમે યુવકને રોકી તેની તપાસ કરતાં પોલીસને બે કિલો જેટલું ચરસ મળી આવ્યું હતું. જેથી યુવકની ધરપકડ કરી હતી. યુવકની પૂછપરછ કરતાં તેનું નામ જાવેદ હોવાનું જણાવ્યું હતું. ચરસના જથ્થા બાબતે પૂછપરછ કરતાં તે આ અંગે કોઇ જવાબ આપ્યો ન હતો. ક્રાઇમ બ્રાન્ચે હાલ આરોપીની ધરપકડ કરી જથ્થો ક્યાંથી લાવ્યો કોને આપવાનો હતો તેની વધુ પૂછપરછ શરૂ કરી છે.
http://sambhaavnews.com/

You might also like