સાવધાન! સેક્સ લાઇફ બરબાદ કરી શકે છે આ દવાઓ

ઘણી બધી એવી દવાઓ છે જે આપણે ડોક્ટરની સલાહ લીધા વિના લઇએ છીએ. પરંતુ શું તમે જાણો છો દવાઓની ઘણી સાઇડ ઇફેક્ટ હોય છે. તે દવા પરથી માથાના દુખાવા માટેની હોય કે તાવ માટેની હોય.

આટલું જ નહીં, ઘણી એવી દવાઓ પણ છે જેના સેવનથી સેક્સ લાઇફ પણ બરબાદ થઇ શકે છે. જાણો કેટલીક એવી દવાઓ માટે જે તમારી સેક્સ લાઇફ બરબાદ કરી શકે છે.

હાઇ બ્લડ પ્રેશર માટે કેટલીક દવાઓ લેવામાં આવે છે ડ્યૂરેટિક્સ અને બીટાબ્લોકર્સ. આ દવાઓના સેવનથી બ્લડ પ્રેશર સામાન્ય થઇ જાય છે. બ્લડ વેસેલ્સને આરામ મળે છે સાથે દિવૉલના સ્વાસ્થય માટે પણ સારી હોઇ શકે છે પરંતુ આ દવાઓના સેવનથી પુરુષ બેડ પર સારી રીતે પરફોમન્સ કરી શકતો નથી. હકીકતમાં. પુરુષોના લિંગમાં આ દવાઓના સેવનથી રક્ત સંચાર સારી રીતે ખતો નથી.

સ્ટ્રેસ બસ્ટર અથવા તણાવમાં રાહત આપનારી કેટલીક દવાઓ લેક્સાપ્રો, પેક્સિલ, પ્રોજેક, જોલોફ્ટ લેવાથી પુરુષોને ઇરેક્ટાઇલ ડિસ્ફંક્શનની ફરિયાદ થવા લાગે છે. બર્થ કન્ટ્રોલ પિલ્સ લેવાઈ પણ સેક્સ હોર્મોન્સ પર નકારાત્મક પ્રભાવ પડે છે.

ગાંજાનો કેટલીક જગ્યાઓ પર દવાનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો ગાંજાનું સેવન કામેચ્છા અને પર્ફોમન્સ બંને પર નકારાત્મક પ્રભાવ પડે છે. કોઇ પણ દવા લેતા પહેલા ડોક્ટર પાસે સલાહ લેવી જરૂરી છે અને તેની સાઇડ ઇફેક્ટસને જાણવી પર જરૂરી છે.

You might also like