એક્સર્સાઈઝ કરવાની અાળસ દૂર કરે એવી દવા ટૂંક સમયમાં જ

એક્સર્સાઈઝ કરવી જરૂરી છે એવું તમને સમજાય છે, તમે કરવા ઈચ્છો પણ છો, પરંતુ જ્યારે કસરત કરવાની હોય ત્યારે કંટાળો હાવી થઈ જાય છે. થોડીક સભાનતા વધે ત્યારે કસરતના કંટાળાને કેમ દૂર કરવો એ મોટો કોયડો બની જાય છે. બ્રિટનની યુનિવર્સિટી ઓફ કેન્ટના રિસર્ચરોએ સાઈકોએક્ટિવ ડ્રગ શોધી જે વ્યક્તિને બેઠાડુ રહેવાને બદલે કસરત કરવા માટે પ્રેરે છે.

કસરત ન કરી શકવા પાછળ દરેક વખતે સમયનો અભાવ જ કારણભૂત નથી હોતો. ફિઝિકલ એક્ઝર્શન કરવાની અાળસને કારણે તમે કસરત કરવાનું ટાળતા હો તો અા દવા ખૂબ કામની છે. રિસર્ચરોનું કહેવું છે કે જે લોકોને કસરત કરવાની અથવા તો કોઈ પણ પ્રકારની શારીરિક પ્રવૃત્તિ સંકળાયેલું હોય એવું કામ કરવાની લેઝીનેસ હોય તેમના માટે અા ડ્રગ કામની છે.

You might also like