DRSથી ખફા BCCI ટીમ ઇન્ડિયા સાથે વાત કરશેઃ ઠાકુર

નવી દિલ્હીઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્તમાન વન ડે શ્રેણી દરમિયાન અમ્પાયર્સના કેટલાક ખોટા નિર્ણયોને કારણે ડીઆરએસ અંગે ફરી ચર્ચા જાગી છે અને બીસીસીઆઇના સચિવ અનુરાગ ઠાકુરે કહ્યું છે કે ટીમ ભારત પાછી ફરશે ત્યારે ડીઆરએસના સશર્ત ઉપયોગ અંગે ચર્ચા કરવામાં આવશે.

ઠાકુરે જણાવ્યું કે, ”પહેલી વન ડે દરમિયાન ભારતને ત્યારે બહુ મોટું નુકસાન થયું, જ્યારે જ્યોર્જ બેઇલીએ બરીન્દર સરાંની બોલિંગમાં મહેન્દ્રસિંહ ધોનીને કેચ આપી દીધો હતો, પરંતુ અમ્પાયરે અપીલ નકારી કાઢી હતી. ઓસ્ટ્રેલિયાનો સ્કોર ત્યારે બે વિકેટે ૨૧ રન હતો. બાદમાં બેઇલીએ સદી ફટકારી હતી અને પોતાની ટીમને જીત અપાવી હતી. ત્રીજી મેચમાં પણ ડીઆરએસ નહીં હોવાને કારણે બેઇલીએ નોટઆઉટ જાહેર કરાયો હતો.

બીસીસીઆઇના સચિવે કહ્યું કે જો એલબીડબ્લ્યુ માટે બોલની ટ્રેકિંગ ટેકનિકને હટાવી દેવામાં આવે તો અમે આ પ્રણાલિ અંગે વિચાર કરી શકીએ છીએ. ઠાકુરને જ્યારે આઇસીસીના પ્રચાર કાર્યક્રમ દરમિયાન પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું, ”હું અગાઉની વાત પર અડગ છું કે ડીઆરએસ વર્તમાન સ્વરૂપમાં સંપૂર્ણ સચોટ નથી, પરંતુ જો એલબીડબલ્યુનો હિસ્સો હટાવી દેવામાં આવેતો અમે આ ટેકનિકના સશર્ત ઉપયોગ અંગે વિચારી શકીએ છીએ. ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ ઓસ્ટ્રેલિયાથી પાછા ફર્યા બાદ અમે આ મુદ્દે તેઓ સાથે વાતચીત કરીશું.”

You might also like