આ ચોમાસાની સીઝનમાં ક્લાઉડ સીડિંગ કરશે મહારાષ્ટ્ર સરકાર

મુંબઇ : દુષ્કાળનો સામનો કરી રહેલ મહારાષ્ટ્ર સરકાર આ વર્ષનાં મોનસુન સીઝનમાં ઓછા વરસાદનું કોઇ જ રિસ્ક લેવા નથી માંગતી.જેનાં કારણે મહારાષ્ટ્ર સરકારે ક્લાઉડ સીડિંગ (વાદળોનું બીજારોપણ)ની યોજના બનાવી છે. ચોમાસુ શરૂ થતાની સાથે જ મહારાષ્ટ્ર સરકાર આ યોજના પર કામ કરવા અંગે વિચારી રહી છે. ચોમાસા સાથે જ આ કામ ચાલુ કરી દેવાશે જેથી મરાઠાવાડ જેવા વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યાનો ઉકેલ આવી જાય. આ પ્રયોગ ગત્ત વર્ષે ઓગષ્ટથી નવેમ્બરનાં ગાળામાં પણ કરાયો હતો. જો કે પ્રોજેક્ટ વધારે સફળ નહોતો રહ્યો.

આ પ્રોજેક્ટ ગત્તવર્ષે નિષ્ફળ જવા પાછળનું કારણ વાદળોમાં ભેજ નહી હોવાનું કહેવાયું હતું. તે સમયે ચોમાસાનો છેલ્લો તબક્કો હતો. જો કે આ વર્ષે મહારાષ્ટ્ર સરકારે ચોમાસાની શરૂઆત થતાની સાથે જ આ પ્રોજેક્ટ અંગે કામ કરશે. સરકાર દ્વારા ચાલુ વર્ષે જુનથી માંડીને ઓગષ્ટ સુધી ક્લાઉડ સીડિંગ કરવા માટેની યોજના બનાવાઇ રહી છે. ક્લાઉડ સીડિંગ તે પ્રક્રિયા છે જેનાં હેઠળ કૃત્રીમ વરસાદનાં ઉદ્દેશ્યથી વાદળોમાં કૃત્રીમ નાભિક કેન્દ્રોને ઉત્પન્ન કરવામાં આવે છે. જેના પર લઘુ હિમકણોનાં એકત્રીત થવાથી વરસાદ પડે છે.

ક્લાઉડ સીડિંગનો વિચાર પહેલી વાર 19મી સદીનાં અંતમાં આવ્યો હતો. જો કે આ અંગે વાસ્તવિક પ્રયોગ 20મી સદીનાં ચોથા દશકમાં કરવામાં આવ્યો હતો. જો કે તેનાં માટે શોધાયેલા તત્વોમાં નક્કર કાર્બન ડાયોક્સાઇડની ગોળીઓ (સુકો બરફ) બારિક મીઠુ, ચાંદીનાં આયોડાઇડનો ધુમાડો વગેરે તત્વોનો સમાવેશ થાય છે. આ તત્વોનો છંટકાવથી ભેજ ઠંડો પડી જાયછે અને પ્રવાહી સ્વરૂપે જે તે વિસ્તારમાં વરસી પડે છે. આનો ઉદ્દેશ્ય માત્ર આટલો જ હોય છે.

You might also like