ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં થશે ફેરફાર, લાયન્સ નિકાળવું બનશે સરળ

નવી દિલ્હીઃ ડ્રાઈવિંગ લાયસન્સ મેળવવા માટે અનેક ગૂંચવણભરી પ્રક્રિયામાંથી પસાર થવું પડતું હોય છે. તેમાં કેટલાક પ્રકારના ફોર્મ પણ ભરવા પડતા હોય છે. ત્યારે ટૂંક જ સમયમાં આ બધી સમસ્યામાંથી છૂટકારો પ્રાપ્ત કરી શકાશે. કેન્દ્ર સરકાર ડ્રાઈવિંગ લાઈસન્સ નિકાળવાની પ્રકિયાને સરળ બનાવવા માટે મોટર વ્હીકલ એક્ટમાં કેટલાક પરિવર્તન લાવી રહી છે.
નવા નિયમ મુજબ લર્નિંગ ડ્રાઈવિંગ લાયસન્સ અથવા નવું લાયસન્સ કે પછી જૂના લાયસન્સના નવીનીકરણ માટે અલગથી ફોર્મ ભરવાની જરૂર નહીં પડે મળતી માહિતી મુજબ સરકાર મોટર વ્હીકલ એક્ટ 1989માં સુધારો કરવા જઈ રહી છે. નવા નિયમ મુજબ નિયમ નંબર 10,14(1), 17(1) અને 18ને સમાપ્ત કરી દેવામાં આવશે. અને તેના સ્થાને નવું ફોર્મ-2 અમલમાં આવશે. ડ્રાઈવિંગ લાઈસન્સ માટે માત્ર ફોર્મ નંબર 2 ભરવાનું રહેશે. આ ફોર્મમાં લોકોએ આધાર કાર્ડની સાથે ઈ-મેઈલ અને મોબાઈલ નંબરની જાણકારી આપવાની રહેશે. આ ફોર્મ દરેક જાતના કામ માટે ચાલશે.

દેશમાં 30 ટકા જેટલા બનાવટી ડ્રાઈવિંગ લાયસન્સ ફરી રહ્યાં છે. આ સમસ્યા દૂર કરવા માટે નિયમોમાં ફેરફાર કરવામાં આવી રહ્યો છે. ડ્રાઈવિંગ લાયસન્સ બનાવવા માટે હવે અરજદારે આધાર કાર્ડ આપવું પડશે. જેથી નકલી ડ્રાઈવિંગ લાયસન્સ બનાવવાનું કામ મુશ્કેલ થઈ જશે. હાલ દેશના તમામ રાજ્યોમાં આરટીઓમાં લર્નિંગ લાયસન્સ બનાવવામાં આવે છે, પરંતુ એક નિશ્ચિત સમયમર્યાદા પછી કાયમી લાયસન્સ માટે નવું ફોર્મ ભરવું પડે છે. આ ઉપરાંત ડ્રાઈવિંગ લાયસન્સમાં સરનામા બદલવા માટે દરેક વખતે નવા ફોર્મ ભરવા પડે છે. પરંતુ હવે આ બધી પ્રક્રિયાનો અંત આવશે.

http://sambhaavnews.com/

You might also like