ભારતના માર્ગો પર જલદી જ દોડતી થશે ડ્રાઈવર વિનાની કાર, જાણો કેવી રીતે

અમદાવાદ: જો બધું જ બરાબર રહ્યું તો એ દિવસ દુર નથી જ્યારે તમે પોતાના શહેરની સડકો પર ડ્રાઇવર વગરની કાર ફરતા જોશો. હા, બહુ જલદી જ આ ટેક્નોલોજી આવી રહી છે જેના દ્વારા કોઈ પણ પ્રકાના માનવ સ્પર્શ વગર કાર ચાલતી થશે. આવનારા પાંચ વર્ષની અંદર તો કાર અને માર્ગો પરિવહનનો સમગ્ર ચિતાર બદલાઈ જશે.

ભારતમાંથી ઘણી કંપનીઓ આ નવી ટેક્નોલોજી પર કામ કરી રહી છે. Self-driving electric vehicles (EVs) તરીકે ઓળખાતી આ નવી ટેક્નોલોજીને વિકાસાવવા માટે ભારતમાંથી ઘણી કંપનીઓ કામ કરી રહી છે.

તમને જણાવી દઈએ કે ગૂગલ, ટેલ્સા અને ઉબર પણ ડ્રાઇવરલેસ કાર વિકસાવવા માટે ઘણા પ્રયત્નો કરી રહી છે અને આ ટેક્નોલોજી વિકસાવવા માટે ઘણા પ્રોફેશનલો આ કામ પાછળ દિવસરાત એક કરી રહ્યા છે.

 

You might also like