ઇન્દ્રાણીએ દબાવ્યું હતું શીનાનું ગળું : ડ્રાઇવરનો ખુલાસો

નવી દિલ્હી : શીના મર્ડર કેસમાં મુખ્ય આરોપી ડ્રાઇવર શ્યાવીર રાયે કોર્ટમાં પોતાનો ગુનો કબુલી લીધો છે. જો કે તેણે કબુલાસ સાથે સાથે એક મોટો ખુલાસો પણ કર્યો છે. તેણે બુધવારે કોર્ટમાં કહ્યું કે હત્યાની ઘટનામાં તે સંડોવાયેલો હતો અને શીનાનું ગળુ દબાવીને તેની હત્યા કરવામાં આવી હતી. જો કે તેનાં આ ખુલાસા બાદ ઇન્દ્રાણી પર કેસનો ગાળીય મજબુત રીતે કસાય તેવી શક્યતા છે.
ડ્રાઇવરે કોર્ટમાં કહ્યું કે હું જાણુ છું કે મે શું કર્યું છે. હું હત્યામાં સંડોવાયેલો હતો. શ્યામવીર રાય ઇન્દ્રાણી મુખર્જીનો ડ્રાઇવર હતો. તેણે કોર્ટને કહ્યું કે તે આ કેસમાં અપ્રુવર બનવા માંગે છે. હાલ તો તેનાં અપ્રુવર બનવા અંગે કોર્ટ દ્વારા કોઇ નિર્ણય લેવામાં નથી આવ્યો. જો કે પીટર મુખર્જીનાં છુટાછેડાનાં સમાચાર બાદ ડ્રાઇવરની કબુલાતનાં કારણે ઇન્દ્રાણીને સતત બીજો ઝટકો લાગ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, 24 વર્ષીય શીનાની કથિત રીતે એપ્રીલ, 2012માં કારની અંદર ગળુ દબાવીને હત્યા કરી દેવામાં આવી હતી. ત્યાર બાદ તેની લાશને રાયગઢ જિલ્લાનાં જંગલોમાં દફનાવી દેવામાં આવી હતી. તેનાં શરીરનાં અવશેષો 2015માં પોલીસને મળી આવ્યા હતા. ત્યાર બાદ સિલસિલા બદ્ધ એક પછી એક કળીયુગી સંબંધોનો વરવો ખેલ સામે આવવા લાગ્યો હતો.

You might also like