ડ્રાઇવર-ક્લીનર ૪૯ લાખનો માલ લઇ ફરાર

અમદાવાદ: નારોલ ખાતે આવેલી અનુનય ફેબ. લિ. નામની કાપડની કંપનીમાંથી માલસામાન ભરેલી ટ્રક મુંદ્રા પોર્ટ ખાતે ડિલિવર કરવા માટે નીકળી હતી. ટ્રકમાં જુદી જુદી સાઇઝના બેડશીટ તેમજ પિલો કવરનાં ૧૧પ૧ કાર્ટન હતાં. મુંદ્રા પોર્ટથી આ માલ જર્મની મોકલવાનો હતો. કંપનીમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા શંકરસિંહ અને કલીનર નીતિન ટ્રકમાં માલ ભરીને મુંદ્રા પોર્ટ તરફ જવા રવાના થયા હતા. ર૧મી માર્ચના રોજ કંપનીના અન્ય એક ડ્રાઇવર પર શંકરસિંહનો ફોન આવ્યો અને તેને કંપનીના મેનેજરને જાણ કરવાનું કહ્યું કે ટ્રકમાંથી માલ ચોરાઇ ગયો છે. અને ટ્રક વડોદરા પાસે આવેલી ગોલ્ડન ચોકડી પાસે પડી છે. તે પછી ડ્રાઇવર તેમજ કલીનરના મોબાઇલ બંધ થઇ ગયા હતા. કંપનીમાં મેનેજર તરીકે ફરજ બજાવતા મૂકેશભાઇ અગ્રવાલે ડ્રાઇવર અને કલીનર સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.

You might also like