જો તમને દારૂ અને સિગારેટનું વ્યસન હશે તો તમે જલ્દી દેખાશો આવા…….

જો તમે ઉંમર કરતાં વધુ ઘરડા ન દેખાવા માગતા હો તો દારૂ પીવાનું અને સિગારેટ ફૂંકવાનું બંધ કરી દેવું જોઈએ. ડેન્માર્કની કોપનહેગન યુનિવર્સિટીના નિષ્ણાતોનું કહેવું છે સિગારેટ અને દારૂ પીવાથી આંતરિક અવયવોની કાર્યક્ષમતા ઘટે છે અને એમાં થતો ઘસારો અને ડેમેજ શરીરને અંદરથી ખોખલું કરે છે, જોકે અંદરથી ડેમેજ થતું શરીર બહારથી યંગ દેખાઈ શકતું નથી.

જે લોકો બેફામ માત્રામાં દારૂ-સિગારેટ પીએ છે તેઓ વહેલા ઘરડા થવા લાગે એવી સંભાવના ૩૩ ટકા વધુ છે. ત્વચા, આંખો, ચહેરાનો શેપ અને શરીરમાં ચરબીની જમાવટ દ્વારા વ્યક્તિ પોતે હોય એના કરતાં લગભગ ચારથી પાંચ વર્ષ વધુ ઘરડી જણાય છે.

 

 

You might also like