પીવાના પાણીમાં લિથિયમ ધાતુ હોય તો ડિમેન્શિયાનું જોખમ ઘટે

ડેન્માર્કમાં લગભગ અાઠ લાખ લોકોનો સ્ટડી કરીને અભ્યાસકર્તાઓએ તારવ્યું છે કે મગજની ક્ષમતા જાળવી રાખવા માટે એને લિથિયમ ધાતુની જરૂર પડે છે. મોટા ભાગે પીવાના પાણી દ્વારા અા ધાતુ શરીરને કુદરતી રીતે મળી રહે છે. જો એ પૂરતી માત્રામાં ન મળે તો મગજની ક્ષમતા જોખમાય છે અને લાંબા ગાળે યાદશક્તિ ક્ષીણ થઈને ડિમેન્શિયા થવાની સંભાવના વધે છે. જો પાણીમાં લિથિયમની માત્રા વધુ હોય તો ડિમેન્શિયાની સંભાવના ઘટે છે અને ઓછી કે મધ્યમ માત્રા હોય તો મગજને ડેમેજ થવાનું જોખમ વધી જાય છે. ડેન્માર્કના નિષ્ણાતોનું કહેવું છે કે જેમ દાંતને પ્રોટેક્ટ કરવા માટે પાણીમાં ફ્લોરાઈડ ઉમેરવામાં અાવે છે એમ જ્યાં લિથિયમ પાણીમાં કુદરતી રીતે નથી હોતું ત્યાં એને પણ ઉમેરવું જોઈએ.

You might also like