હાર્ટ એટેકથી બચવા રેડ વાઇન પીવો

વોશિંગ્ટન: સામાન્ય રીતે વાઇન સ્વાસ્થય માટે હાનિકારક માનવામાં આવે છે, પરંતુ અહીંયા વાઇન માટે ફાયદા જાણીને તમે પણ તેને પ્રેમ કરવા લાગશો. ચીનના એક વૈજ્ઞાનિકે સંશોધન કરતાં જણાવ્યું કે રેડ વાઇન હૃદય રોદના જોખમને ઓછું કરવા માટે મદદ કરે છે. કાળી દ્રાક્ષમાંથી મળી આવતું એન્ટીઓક્સીડેન્ટ રેસવેરેટ્રોલ શરીરની માંસપેશિયો અને દિલ માટે ઘણા લાભદાયક માનવામાં આવે છે. આ હૃદય રોગના ખતરાને ઓછું કરે છે. તેનો પ્રયોગ સામાન્ય રીતે રેડ વાઇન માટે કરવામાં આવે છે.

એથેરોસ્કેલેરોસિસ એક બિમારી હોય છે, જે હૃદયરોગથી સંબંધિત હોય છે. વૈજ્ઞાનિકોએ હમણાં જ થોડા ક વર્ષોમાં જોયું કે ગ્રુપ માઇક્રોબાયોમ ધમનીઓની અંદર પ્લેકનું નિર્માણ કરવામાં મદદ કરે છે. આ નવી શોધ માટે વૈજ્ઞાનિકોએ એક ઉંદર પર શોધ કરીને એથેરોસ્કેલેરોસિસની વિરુદ્ધ રેસવેરેટ્રેલની સુરક્ષાત્મક પ્રભાવોનું ગ્રુપ માઇક્રોબાયોમની સાથે પરિવર્તન સાથેના સંબંધોની તપાસ કરવા કોશિશ કરી હતી. રેસવેરેટ્રોલ ટીએમએથી ઉત્પાદિત થનારા જીવાણુઓને પણ રોકે છે.

You might also like