પ્રેગનેન્સીમાં દૂધ પીવાથી વધે છે બાળકોની લંબાઇ

બાળકની લંબાઇને લઇને મોટાભાગે મા ઓ એમના ખાવા પીવા પર પૂરતું ધ્યાન આપે છે. સાથે સાથે તે સમય સમય પર આ વિષય પર ડોક્ટરની સલાહ લેવા માટે પણ હિચકીચાટ કરે છે. તાજેતરમાં જ થયેલા એક સંશોધનમાં જાણવા મળ્યું કે જો માં ગર્ભવસ્થા દરમિયાન આહાર પ્રત્યે ધ્યાન રાખે તો આવનાર બાળકની લંબાઇ પર તેનો સારો પ્રભાવ પડે છે.

કેટલાક દેશોમાં વિશેષજ્ઞો પ્રમાણે ગર્ભાવસ્થા દરમિયાન રોજ એક ગ્લાસ દૂધનું સેવન કરવાથી લંબાઇ સારી થાય છે. શોધ દરમિયાન 1980ના દશકમાં પેદા થયેલા બાળકોની લંબાઇ અને ગર્ભાવસ્થા દરમિયાન માં દ્વારા દૂધના સેવનથી જોડાયેલી જાણકારીઓ પર અધ્યયન કરવામાં આવ્યું છે. સંશોધનકર્તાનું માનવું છે કે શરૂઆતના સમયમાં દૂધનું સેવન આગળના વર્ષોમાં પણ બાળકોની લંબાઇથી સંબંધિત છે.

આ દરમિયાન પેદા થયેલા બાળકોનું વજન અને લંબાઇનું વિવરણ લેવામાં આવ્યું હતું. તે અનુસાર, જો મહિલાઓ પ્રતિદિન 150 મિલીલીટરથી વધારે દૂધ એટલે કે એક ગ્લાસ દૂધનું સેવન ગર્ભાવસ્થા દરમિયાન વધારે કરે છે તેમના બાળકની લંબાઇ સારી રહે છે.

You might also like