આદુવાળી ચા પીવાથી તાજગી સાથે સ્કિન ઇન્ફેક્શન થાય છે દૂર

આપણે દિવસની શરૂઆત એક કપ ચાથી કરતાં હોઇએ છીએ. તેમાં હાલમાં ચોમાસાની સિઝન છે ત્યારે જો ચામાં આદુનો ઉમેરો કરવામાં આવે તો તે ચા આપનાં માટે સ્વાસ્થ્યવર્ધક બની જશે.

એક કપ ચામાં આદુનો નાનો એવો એક ટૂકડો ઉમેરવાથી તમારી સ્વાસ્થ્ય સંબંધી કેટલીય સમસ્યાનું નિરાકરણ લાવી શકો છો. ચાલો ત્યારે જોઇ લો આદુવાળી ચાનાં ફાયદા

પાચન ક્રિયા સુધારે – અપચો અને પેટનું ફૂલવું જેવી પેટ સંબંધી સમસ્યાઓ માટે આદુ રામબાણ ઈલાજ છે. વરસાદી ઋતુમાં આવી પેટ સંબંધી સમસ્યાઓ વધારે થતી હોય છે, પરંતુ માત્ર એક કપ આદુવાળી ચા પીને તમે આ સમસ્યાઓનું નિરાકરણ લાવી શકો છો.

બ્લડ સર્ક્યુલેશન સુધારે – આદુમાં ‘gingerols’ અને ‘zingerone’ નામનાં તત્વો આવેલાં છે જે રક્તવાહિનીઓને ખોલવામાં મદદ કરે છે જેથી શરીરમાં બ્લડ સરક્યુલેશન બરાબર રહે.

સ્કીન ઈન્ફેક્શન અટકાવે – આદુમાં વિવિધ પ્રકારના એન્ટી-બેક્ટેરિયલ અને એન્ટી-ઈન્ફ્લેમેટરી ઘટકો હોવાથી સ્કીન માટે પણ આદુને શ્રેષ્ઠ માનવામાં આવે છે, જે સ્કીનને ક્લિન કરવામાં નડતરરુપ ઈન્ફેક્શનને સામે પ્રોટેક્શન આપે છે. લીંબુ અને આદુનું કોમ્બિનેશન સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓમાં મદદ કરવાની સાથે ત્વચાને પણ નિખારવામાં મદદરૂપ બને છે.

શરદી-તાવની સમસ્યા થશે દૂર – શરદી, તાવ, અસ્થમા જેવી બીમારી માટે પણ આદુ રામબાણ ઈલાજ છે. આદુમાં રહેલ એન્ટી-વાયરલ અને એન્ટી-ઈમ્ફ્લામેટરી તત્વો તમારી સ્નાયુ કોશિકાઓને ફેફસામાં આરામ કરવામાં મદદ કરે છે. શ્વસનમાર્ગ સંબંધી થતી બીમારીઓ માટે પણ આદુવાળી ચા ફાયદાકારક સાબિત થાય છે.

ઉબકા આવતા અટકાવે – ખાટા ઉબકાની સમસ્યાથી જો તમને પણ પરેશાન કરતા હોય તો તમારે આદુવાળી ચા પીવી જોઈએ. આદુવાળી ચા પીવાથી ઉબકા આવતા તો અટકી જ જાય છે આદુવાળી ચા પ્રેગ્નન્ટ મહિલા માટે પણ ફાયદાકારક માનવામાં આવે છે.

You might also like