ઠંડાં પાણીથી નહાવાથી એક કપ કોફી પીધા જેવી એનર્જી મળે

કંટાળો આવતો હોય ત્યારે લોકો એક પછી એક ચા કોફી ગટગટાવે છે. જોકે હવે માત્ર ગળ્યાં પીણાં પીવાની જરૂર નથી. સ્ફૂર્તિ અને તાજગી અનુભવવી હોય તો જરાક ઠંડાં પાણીએ નાહી લેવાથી પણ ચા કોફી પીધા જેટલો ફાયદો થશે. નેધરલેન્ડના રિસર્ચરોએ જણાવ્યું છે કે ઠંડાં પાણીએ નહાવાની આદતથી વ્યક્તિની અલર્ટનેસ વધે છે. જે લોકો ઠંડા પાણીએ નહાય છે તેઓ માંદા પડ્યા પછી સાવ ઢીલા નથી પડતા. આવા લોકો માંદગીમાં પણ થોડીક સ્ફૂર્તિ જાળવીએ ઓફિસનું કામ કરી શકે છે. અભ્યાસકર્તાઓનું કહેવું છે કે એક વાર ઠંડાં પાણીથી નહાવાથી વ્યક્તિમાં એક કપ કોફી પીધા જેટલી એનર્જીનો સંચાર થાય છે, મૂડ સુધરે છે અને અલર્ટનેસ વધવાથી તેની પ્રોડક્ટિવિટી ટેમ્પરરી ધોરણે સુધરે છે.

You might also like