તમે કેટલો દારૂ પીશો તેનો અાધાર તમારા મિત્રના પીવા ઉપર છેઃ સંશોધન

તમારે દારૂ પીવો છે કે નહીં અને કેટલો પીવો છે તેનો નિર્ણય વ્યક્તિ ક્યારેય સ્વતંત્ર રીતે લેતી નથી. અાવા નિર્ણય તેની અાસપાસના વાતાવરણ, મિત્રો, કલ્ચર અને દારૂની ઉપલબ્ધતા જેવાં વિવિધ પરિબળો પર અાધાર રાખે છે. બ્રિટનના સંશોધકોનું કહેવું છે કે જ્યારે વ્યક્તિ અાલ્કોહોલના સેવનને લઈ કોઈ નિર્ણય લેતી હોય છે ત્યારે તેની અાસપાસના લોકોને રેફરન્સમાં રાખીને વિચારે છે. જો અાસપાસની વ્યક્તિ પાંચ પેક ગટગટાવી જતી હોય તો તેને પોતાના ત્રણ પેક અોછા લાગે છે. મતલબ કે અોફિસ કે સામાજિક વર્તુળના મિત્રોની દારૂ પીવાની અાદતની સરખામણી કરીને તમે તમારી દારૂની ક્વો‌િન્ટટી કે ફ્રીક્વન્સી નક્કી કરો છો.

You might also like