કોફી પીવાથી તમે યાદશક્તિ સંબંધિત રોગોથી બચી શકો છો

અમેરિકાની એક યુનિવર્સિટીમાં થયેલા અભ્યાસમાં કહેવાયું છે કે ડિમેન્સિયા એટલે કે યાદશક્તિને ક્ષીણ કરી મૂકતા રોગો સામે રક્ષણ અાપતા ૨૪ તત્ત્વો છે. તેમાં એક નામ કેફિનનું પણ છે. કેફિનનો સૌથી જાણીતો સ્ત્રોત એટલે કોફી. અા અભ્યાસ સાથે સંકળાયેલા સંશોધકોનું કહેવું છે કે કેફિન શરીરમાં જે ઉત્સેચકનો સ્ત્રાવ પ્રેરે છે તે મગજમાં ડિમેન્સિયા સામે રક્ષણાત્મક ઢાલ તૈયાર કરે છે. કેફિન યાદશક્તિ વધારતું હોવાનું પણ અા અભ્યાસમાં જાણવા મળ્યું.
http://sambhaavnews.com/

You might also like