મુંદ્રા પોર્ટ પર DRIના દરોડા, મળ્યો ગેરકાયદેસર સિગારેટનો જથ્થો

કચ્છના મુંદ્રા પોર્ટ પર DRI દ્વારા દરોડા પાડવાની કાર્યવાહી કરવામાં આવી છે. DRIએ દરોડા દરમ્યાન વિદેશી સિગારેટનો જથ્થો ઝડપી કાઢ્યો હતો. મળતી માહિતી પ્રમાણે, DRIને વિદેશથી આવેલા કન્ટેનરમાં ગેરકાયદેસર રીતે આવતા સિગારેટના જથ્થાની ખાસ બાતમી મળી હતી.

DRIએ વિદેશથી આવેલા કન્ટેનરને અટકાવ્યું હતું, તેમાં ચેકિંગ હાથ ધરાતાં સિગારેટનો જથ્થો મળી આવ્યો હતો. DRIએ હાલ સિગારેટના સમગ્ર જથ્થાને જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, DRI દ્વારા આ કાર્યવાહી ગતરોજ મુંદ્રાના નેરૂલા સી.એફ.એસ.માં કરવામાં આવી હતી. વિદેશથી આયાત થયેલા જિપ્સમના કન્ટેનરમાંથી આ સિગારેટોના બોક્સ મળી આવ્યા હતા.

જો કે હજુ આ સિગારેટના જથ્થાની કિંમત જાણી શકાઈ નથી અને તેને મંગાવનારની પણ માહિતી પ્રાપ્ત થઈ નથી. જો કે માલના શિપિંગ એજન્ટનું નામ માલૂમ પડ્યું છે.

ઉલ્લેખનીય છે કે ગયા મહિને ભરૂચમાં DRI દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા, જ્યાં તેમણે કરોડો રૂપિયાની જૂની ચલણી નોટો પકડી પાડી હતી. નોટબંધી થયા બાદ DRI એ પહેલીવાર આટલી બધી નોટો પકડી કાઢી હતી. આ દરોડામાં 500ના દરની 5,37,000ની જૂની નોટો અને 1000ની 2,21,000ની નોટો મળી આવી હતી.

You might also like