શૌચક્રિયા માટે બેઠેલા શખસના ગુપ્તાંગને અજગરે કરડી ખાધું

બેંગકોકઃ થાઈલેન્ડમાં એક વ્યક્તિ પોતાના ઘરમાં શૌચક્રિયા માટે ટોઈલેટમાં ગઈ હતી, પરંતુ તે લોહીલુહાણ બહાર આવી હતી. બાથરૂમમાં અજગર જેવા એક કદાવર સાપનો તેમને સામનો કરવો પડ્યો હતો. તે શૌચ કરવા બેઠો કે તુરત જ સિવર પાઈપમાંથી અજગર જેવો મોટો સાપ બહાર આવ્યો હતો અને તેના ગુપ્તાંગને કરડી ખાધું હતું.
બેંગકોકમાં અથાપોર્ન બુન્માકચી નામનો એક શખસ સવારે પોતાના ઘરના ટોઈલેટમાં શૌચ માટે બેઠો હતો ત્યારે અચાનક તેને ખ્યાલ આવ્યો હતો કે કોઈએ તેના ગુપ્તાંગને કરડી ખાધું હતું. તેણે તુરત આ અજગર જેવા સાપને હાથથી પકડ્યો ત્યારે ખબર પડી કે તે એક કદાવર અજગર હતો. તે ખૂબ જ ગભરાઈ ગયો હતો અને તેનું ગુપ્તાંગ અજગરના જડબામાં સજ્જડ રીતે જકડાયેલું હતું.

૩૮ વર્ષના આ શખસે બૂમો પાડીને પોતાની પત્નીને બોલાવી હતી. ત્યાર બાદ બંનેએ અજગરનો સામનો કર્યો હતો, પરંતુ નાનકડા શૌચાલયમાં કદાવર અજગરનો સામનો કરવામાં તેમને મુશ્કેલી પડી રહી હતી. વોશરૂમની દીવાલ અને ફ્લોર લોહીથી રંગાઈ ગયેલાં હતાં. જોકે ડર હતો કે અજગર તેના ગુપ્તાંગને સંપૂર્ણપણે કરડી ન ખાય. જોકે તેમણે અજગરથી છૂટકારો મેળવવા એક નવો ઉપાય અજમાવ્યો. તેમણે એક દોરડું મંગાવ્યું અને ચાર મીટર લાંબા અજગરને દરવાજાથી બાંધીને ખેંચ્યો. આ દરમિયાન તેમના ગુપ્તાંગમાંથી ઘણું લોહી વહી ગયું હતું. તાત્કાલિક તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

You might also like