પ્રોફેસરે મરતાં પહેલાં ફાયરિંગ કરી આતંકવાદીઓનો સામનો કર્યો હતો

પેશાવર: પાકિસ્તાનના ચરસઢામાં બાચાખાન યુનિવર્સિટી પર ગઈ કાલે થયેલા આતંકવાદી હુમલામાં કેમિસ્ટ્રીના પ્રોફેસર સૈયદ હામિદ હુસેનનું મોત થયું છે. પરંતુ મરતાં પહેલાં આ પ્રોફેસરે તેમની અંગત પિસ્તોલમાંથી ફાયરિંગ કરી આતંકવાદીઓનો સામનો કર્યો હતો. અને અનેકના જીવ બચાવ્યા હતા. પાકિસ્તાનના સોશિયલ મીડિયા યુઝર્સોઅે તેમને શહીદ અને હીરો ગણાવ્યા હતા.

પેશાવર યુનિ.માં આતંકી હુમલોઃ ૩૦નાં મોત

આ અંગે યુનિવર્સિટીના જિયોલોજીના વિદ્યાર્થી ઝહૂર અહેમદે જણાવ્યું કે ફાયરિંગનો અવાજ સાંભળી તે હોસ્ટેલ બહાર નીકળવાનો પ્રયાસ કરતો હતો ત્યારે કેમિસ્ટ્રીના પ્રોફેસર હામિદે તેને બહાર જતાં રોકી દીધો હતો. પ્રોફેસરના હાથમાં પિસ્તોલ હતી. અમને રોકતાં પહેલાં તેમણે ફાયરિંગ કર્યું હતું. અને તે વખતે તેમને અેક ગોળી વાગી હતી. આ દરમિયાન અમે જોયું તો આતંકવાદી ફાયરિંગ કરી રહ્યા હતા. તેથી અમે અંદરની તરફ ભાગી ગયા હતા. ત્યાર બાદ હું દીવાલ કૂદી બહાર નીકળી ગયો ત્યાં સુધી તેઓે આતંકવાદીઓનો સામનો કરતા રહ્યા હતા.

અેક અન્ય વિદ્યાર્થીઅે જણાવ્યું કે અમે કલાસમાં હતા ત્યારે ફાયરિંગનો અવાજ સાંભળવા મળતાં અમે જોયું તો ત્રણ આતંકવાદી ફાયરિંગ કરતા હતા. અને તેઓ અમારા વિભાગ તરફ આવતા હતા. ત્યારે અેક વિદ્યાર્થી બારીમાંથી કૂદીને કલાસની બહાર નીકળી ગયો હતો. જોકે ત્યાં સુધીમાં આતંકવાદી રજિસ્ટ્રારની ઓફિસમાં ઘૂસી ગયા હતા. અને અમે ત્યાંથી ભાગી ગયા હતા. તે સમયે પણ પ્રોફેસર હામિદ આતંકવાદીઓનો સામનો કરી રહ્યા હતા.

પાકિસ્તાનના સોશિયલ મીડિયા પર ગઈ કાલથી જ હામિદ સર આપકી કુરબાની નહિ ભુલા શકેંગે …. અૈસે હોતે હૈ અસલી શહીદ. આવા અનેક શબ્દો દ્વારા યુનિ.ના પ્રોફેસર હામિદની હિંમતની પ્રશંસા થઈ રહી છે. આતંકવાદીઓનો સામનો કરતાં પોતાનો જીવ ગુુમાવનારા આ પ્રોફેસર માટે યુનિ.ના અનેક વિદ્યાર્થીઓઅે સોશિયલ મીડિયા પર સંવેદના વ્યકત કરી છે.

You might also like