‘તારક મહેતાના ઉલ્ટા ચશ્મા’ના મશહૂર આ અભિનેતાનું હાર્ટ એટેકથી નિધન

ટીવી શો તારક મહેતાના ઉલ્ટા ચશ્માના ડોકટર હંસરાજ હાથીનો કિરદાર કરનાર કવિ કુમાર આઝાદનું નિધન થયું છે. અભિનેતા છેલ્લા ઘણા સમયથી આ શો સાથે જોડાયલા છે. અભિનેતા કવિ કુમાર આઝાદનું મૃત્યું હાર્ટ એટેક આવવાથી થયું છે.

ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ જ ટ્વિટર એકાઉન્ટમાં એક પોસ્ટમાં અભિનેતાએ કહ્યું હતું કે ‘ કોઇ એ કહ્યું છે કે કલ હો ન હો, હું કહું છું કે પલ હો ન હો, દરેસ સમય જીવો’

કવિ કુમાર આઝાદના નિધનથી ટીવી ઇન્ડસ્ટ્રીઝને એક મોટો ઝટકો લાગ્યો છે. એક અહેવાલ મુજબ 2010માં આ અભિનેતાએ પોતાનું 80 કિલો વજન સર્જરી દ્વારા ઉતાર્યું હતું.

You might also like