ડૉ.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને અજાણ્યા શખસોએ ખંડિત કરતાં ઉગ્ર રોષ

અમદાવાદ: સાણંદ તાલુકાના મોરૈયા ગામે કોઇ અજાણ્યા શખસોએ ડૉ.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ખંડિત કરતા ઉગ્ર રોષની લાગણી ફેલાઇ હતી અને લોકોનાં ટોળે ટોળાં એકત્રિત થતા પોલીસે તાત્કાલીક પહોંચી જઇ કોઇ ગંભીર બનાવ બને તે પહેલાં જ કડક જાપ્તો ગોઠવી દઇ સઘન પેટ્રોલિંગ શરૂ કરી દીધું હતું.

મળતી માહિતી મુજબ આ અંગેની વિગત એવી છે કે, મોરૈયા ગામે આંબેડકર ચોકમાં આવેલી ડૉ.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને કોઇ અજાણ્યા શખસોએ પથ્થર મારી ખંડિત કરી ચશ્મા તોડી નાખ્યા હતા તેમજ સુતરની આંટી પણ ફેંકી દીધી હતી.

આ વાત વાયુવેગે ગામમાં પ્રસરી જતાં આંબેડકર ચોકમાં લોકોનાં ટોળાં ભેગા થયા હતા. બનાવની જાણ થતા પોલીસ અધિકારીઓએ તાબડતોડ પહોંચી જઇ ટોળાંને વિખેરી નાખ્યા હતા. આ અંગે પોલીસ ફરિયાદ કરવામાં આવતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

You might also like