યુરોપના મોન્ટ બ્લેન્ક પર્વત પર રોપ વે ખરાબ થતા ૪૫ લોકો ફસાયા

યુરોપમાં રોપ વેની સફરે નીકળેલા ૪૫ લોકોએ પૂરી રાત ભયાનક રીતે કાઢી હતી.તેઓએ આખી રાત યુરોપના સૌથી ઊંચા પહાડ મોન્ટ બ્લેન્કપર બનવવામાં આવેલ રોપ વેમાં બેઠા બેઠા ગુજારવી પડી હતી.

ગુરુવારે યુરોપના સૌથી ઊંચા પર્વત મોન્ટ બ્લેન્ક ઉપર બનાવવામાં આવેલા રોપ વે રાઇડમાં ટેકનીકલ સમસ્યા સર્જાઈ હતી, જેના કારણે રોપ વે વચ્ચે જ અટકી ગયું હતું. રોપ વેમાં કુલ ૪૫ લોકો હતા જે ત્યાં ફસાઈ ગયા હતા. સુત્રોના જણાવ્યા મુજબ આ ૪૫ વ્યકતીઓએ પૂરી રાત રોપ વેમાં ગુજારી હતી. સવારે હેલિકોપ્ટરની મદદથી તેઓને નીચે ઉતારવામાં આવ્યા હતા. આ ૪૫ લોકોને ઉતારવા માટે કુલ ચાર હેલિકોપ્ટરની જરૂર પડી હતી.

ભારે પવનને કારણે કેબલ્સ ગૂંચવાઇ જવાના કારણે આ રોપ વે અટકી ગયુ હતું .ત્યાના ગૃહમંત્રી બર્નાર્ડ કેજેન્યુવના જણાવ્યા મુજબ ટેક્નિકલ ખામીને કારણે દુર્ઘટના સર્જાઈ હતી.ફસાયેલા લોકોને હેલિકોપ્ટરની મદદથી બ્લેન્કેટ અને ફૂડ પહોંચાડવામાં આવ્યું હતું.

આ કેબલ કાર રાઈડની કુલ લંબાઈ પાંચ કિલોમીટર છે,પણ તેની સફર પૂરી કરવામાં ૩૫ મિનીટ લાગે છે. ફસાયેલા લોકો સાંજે પાંચ વાગ્યે રાઇડમાં બેસ્યા પછી કલાકો સુધી લટકી રહ્યા હતા.આ કેબલ કાર રાઈડ ફ્રાંસ અને ઇટલીને જોડે છે. Aiguille du Midi peak નામના સ્થળેથી ચાલુ કરીને Helbronner summit નામના સ્થળ સુધી આ કેબલ કાર રાઈડ લંબાયેલી છે. કેબલ કારની કુલ ઉંચાઈ ૩ હજાર મીટર ધારવામાં આવી રહી છે. કેબલ કારનો ઉપયોગ મોટેભાગે પર્વતીય ક્ષેત્રોમાં થતો જોવા મળે છે.

You might also like