ગૂગલ પ્લે સ્ટોર પરથી ક્યારે પણ ડાઉનલોડ ન કરતા WhatsAppનું આ વર્ઝન

દુનિયાભરમા યૂઝ કરાતી પૉપ્યુલર મેસેજિંગ એપ WhatsAppને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરવી તમારા માટે ખતરનાક સાબિત થઇ શકે છે. વાસ્તવમાં પ્લે સ્ટોર પર એક ફેક WhatsApp જોવા મળી રહ્યુ છે જેણે અત્યાર સુધી 5 હજારથી વધારે લોકો ડાઉનલોડ કરી ચૂક્યા છે. આ WhatsAppનું માલિશસ વર્ઝન હોય તેવું લાગી રહ્યું છે. જો ભૂલથી પણ તમે આ એપ ડાઉનલોડ કરી લેશો તો મોટી મુસીબત ઉભી થઈ શકે છે.

આ ફેક ગૂગલ પ્લે સ્ટોર પર ‘Update WhatsApp Messenger’ ના નામ પર જોવા મળી રહ્યુ છે, આ સાથે જ ડેવલપરનું નામ ‘WhatsApp Inc’  છે.આ એપને ચેક કરવા પર ખબર પડે છે કે, અત્યાર સુધી 5 હજાર લોકો ડાઉનલોડ કરી ચૂક્યા છે.

એટલુ જ નહી, પ્લે સ્ટોરમાં આ જ નામનું વધુ એક વર્ઝન અવેલબલ છે જેને અત્યાર સુધી 10 લાખ લોકો ડાઉનલોડ કરી ચૂક્યા છે. તમને જણાવી દઇએ કે, WhatsAppના ગૂગલ પ્લે સ્ટોરમાં લગભગ 1 બિલિયન ડાઉનલોડ્સ છે.

You might also like