ચીનમાં માગ ઘટતાં ચાંદીના ભાવમાં ડાઉન ટ્રેન્ડ

અમદાવાદ: વૈશ્વિક બજારમાં સોનામાં પ્રોફિટ બુકિંગ નોંધાતાં સોનું ૧૨૫૦ ડોલરની સપાટી તોડી વધુ નીચે ૧૨૪૪ ડોલર પ્રતિઔંસની સપાટીએ જોવાયું હતું. ચાંદીમાં પણ વધુ ઘટાડો નોંધાયો હતો. ચાંદી ૦.૨૫ ટકા તૂટી ૧૫.૮ ડોલર પ્રતિઔંસની સપાટીએ જોવા મળી છે.

બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે ચીનની ચાંદીની માગમાં ઘટાડો થઇ રહ્યો છે. ચીન ચાંદીનો સૌથી મોટો વપરાશકર્તા દેશ છે. ઔદ્યોગિક વપરાશમાં ચાંદીનો મોટા પ્રમાણમાં ઉપયોગ થાય છે. ચાલુ વર્ષના ફેબ્રુઆરી મહિનામાં ચીનની ચાંદીની માગ પાછલા વર્ષના આ જ સમયગાળાની સરખામણીએ ૭.૪ ટકા ઘટી છે. ઘટતી જતી માગની અસર અન્ય કીમતી ધાતુ ઉપર પણ પડી છે અને તેના કારણે વૈશ્વિક બજારમાં ડાઉન ટ્રેન્ડ જોવા મળ્યો છે.

You might also like