યુએસના ડાઉ જોન્સ ઈન્ડેક્સમાં પાંચ વર્ષનો સૌથી મોટો સાપ્તાહિક ઉછાળો

અમદાવાદ: અમેરિકી શેરબજારમાં તેજીની ચાલ જોવા મળી છે. ગઇ કાલે ડાઉ જોન્સ ઇન્ડેક્સ ૩૯.૭૮ પોઇન્ટના સુધારે ૧૮,૮૪૭.૬૬ની સપાટીએ બંધ જોવા મળ્યો હતો. જે ૦.૨૧ ટકાનો સુધારો દર્શાવે છે. એ જ પ્રમાણે નાસ્ડેક શેરબજાર ઇન્ડેક્સ પણ ૦.૫૪ ટકાનો સુધારો નોંધાઇ ૫,૨૩૭.૧૧ની સપાટીએ બંધ જોવાયો છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખની ચાલુ સપ્તાહે થયેલી ચૂંટણી બાદ રાષ્ટ્રપ્રમુખ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પ વિજેતા જાહેર થયા છે.

ચૂંટણી દરમિયાન તેઓએ આપેલા વચનો સંદર્ભે આગામી દિવસોમાં નીતિઓ બદલી શકે છે. ખાસ કરીને ફાર્મા, ફાઇનાન્શિયલ સેક્ટરમાં નવી નીતિ આવી શકે છે. ઇન્ફ્રાસ્ટ્રકચર સેક્ટરમાં વધુ ખર્ચ કરીને અર્થવ્યવસ્થાને વેગ આપે તેવાં પગલાં ભરે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે, જેના પગલે શેરબજારમાં સુધારાની ચાલ જોવા મળી છે. સપ્તાહમાં ડાઉમાં ૫.૪ ટકાનો સુધારો નોંધાયો છે, જે ૨૦૧૧-૧૨ બાદ સૌથી મોટો સાપ્તાહિક ઉછાળો છે.

You might also like