આગ્રા-લખનૌ એક્સપ્રેસ વે પર ડબલડેકર બસ દુર્ઘટનાગ્રસ્તઃ ચાર યાત્રીઓ સળગ્યા

(એજન્સી) આગ્રા: ઉત્તર પ્રદેશના આગ્રા-લખનૌ એક્સપ્રેસ વે પર એક ડબલડેકર યાત્રી બસ દુર્ઘટનાગ્રસ્ત થઈ ગઈ છે. અકસ્માત એટલો ભયાનક હતો કે દુર્ઘટના બાદ બસમાં આગ લાગી હતી. બસમાં  સવાર ચાર યાત્રીઓ સળગીને મૃત્યુ પામ્યા હતા.

પ્રાપ્ત જાણકારી અનુસાર આ દુર્ઘટના મેનપુરીની નજીક માઈલસ્ટોન ૭૬ પાસે બની હતી. એવું જાણવા મળ્યું છે કે આ બસ આગ્રા-લખનૌ એક્સપ્રેસ વેના રસ્તે આનંદવિહારથી લખનૌ જઈ રહી હતી. રસ્તામાં અચાનક બસ ડિવાઈડર સાથે ટકરાઈ ગઈ હતી અને તેમાં આગ લાગી હતી. દુર્ઘટનામાં કેટલાય લોકો ઘાયલ થયાના સમાચાર છે. ઘાયલોને સેફી પીજીઆઈ અને જિલ્લા હોસ્પિટલ મોકલાયા છે.

બીજી તરફ બિહારની રાજધાની પટનાના બાઢ-બખ્તિયારપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ટ્રક અને ઓટોની ટક્કર થઈ હતી. તેમાં ચાર લોકો મૃત્યુ પામ્યા છે અને ૧૩ ઘાયલ થયા છે. મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં રવિવારે મોડી રાત્રે ૧.૪૫ વાગ્યે થયેલી ઘટનામાં છ લોકો મૃત્યુ પામ્યા છે, જ્યારે ૪૫ લોકો ઘાયલ થયા છે. ઘાયલ લોકોને નજીકની હોસ્પિટલમાં ભરતી કરાયા છે જ્યાં કેટલાકની હાલત ગંભીર છે.

બસ રસ્તાના કિનારે પલટી મારીને ખાડામાં પડી ગઈ હતી આ દુર્ઘટના ત્ર્યંબેકરશ્વર રોડ પાસે બની હતી. જ્યાં બસ પોતાનો કાબૂ ગુમાવીને ખાઈ પડી હતી. પોલીસ રેસ્ક્યુ ટીમ રાહત અને બચાવકાર્ય કરી રહી છે. દુર્ઘટનાના કારણોની હજુ જાણ થઈ નથી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્ર બસ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.

You might also like