તાપમાનમાં સતત ફેરફારથી પરેશાનીઃ બિમારીની સિઝન

અમદાવાદ: ગુજરાતમાં ગરમીનું પ્રમાણ ફરી એકવાર વધી રહ્યું છે. આજે અમદાવાદમાં લઘુત્તમ તાપમાન ૧૩ અને મહત્તમ તાપમાન ૩૦.૩ ડિગ્રી નોંધાયું હતું. રાજ્યભરમાં નલિયામાં સૌથી ઓછું તાપમાન નોંધાયું હતું. અહીં લઘુત્તમ તાપમાન ૮.૮ ડિગ્રી રહ્યું હતું.

રાજ્યના અન્ય ભાગોમાં પણ તાપમાનમાં સતત ફેરફારની સ્થિતિ જોવા મળી હતી. આજે રાજ્યના જે ભાગોમાં પારો ૧૨થી નીચે પહોંચી ગયો હતો તેમાં ડિસામાં ૧૧.૬, ગાંધીનગરમાં ૧૧.૮નો સમાવેશ થાય છે. હવામાન વિભાગ તરફથી કોઇપણ પ્રકારની ચેતવણી જારી કરવામાં આવી નથી પરંતુ તાપમાનમાં આ સ્થિતિ યથાવત રહે તેવા સંકેત મળી રહ્યા છે.

હાલમાં બેવડી સિઝનના પરિણામ સ્વરુપે બિમારીની સિઝન હાલમાં ચાલી રહી છે. જેના લીધે બાળકો અને મોટી વયના લોકો વધારે સકંજામાં આવી રહ્યા છે. આ સ્થિતિમાં હાલ સુધારો નહીં થાય તેવા સંકેત દેખાઈ રહ્યા છે.

તાપમાનમાં સતત વધારા વચ્ચે હવામાન વિભાગે કહ્યું છે કે, હાલમાં નિચલી સપાટી ઉપર પવનો ફુંકાઈ રહ્યા છે જેથી તાપમાનમાં વધારો જોવા મળી રહ્યો છે. ઓછા તાપમાનની ચેતવણી જારી થઈ નથી.

એેક સપ્તાહ પહેલા લઘુતમ તાપમાનમાં વધારો થતા થોડા દિવસો લોકોને ઠંડીમાંથી રાહત અનુભવાઈ હતી. પરંતુ છેલ્લા ત્રણ ચાર દિવસથી ફરી તાપમાનમાં ઘટાડો થતા મોટાભાગના શહેરોમાં ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. ત્યારે હજુ થોડા દિવસ ઠંડીનો ચમકારો અનુભવાય તેવુ લાગી રહ્યુ છે. અમદાવાદમા આજે લઘુતમ તાપમાનનો પારો ૧૩ ડિગ્રી રહ્યો હતો. સવારે અને મોડી રાતે હજુ ઠંડી અનુભવાઈ રહી છે. વાયકા મુજબ શિવરાત્રી સુધી ઠંડી અનુભવાતી હોય છે તેથી આગામી થોડા દિવસો હજુ ઠંડીનો ચમકારો ચાલુ રહે તેવી સંભાવના છે.

રાજ્યના વિવિધ શહેરોમાં નોંધાયેલુ લઘુતમ તાપમાન આ મુજબ રહ્યુ હતુ. જેમાં અમદાવાદમાં ૧૩ ડિગ્રી, ગાંધીનગરમાં ૧૧.૮, વડોદરામાં ૧૪.૪, સુરતમાં ૧૭.૨, અમરેલીમાં ૧૫, ભાવનગરમાં ૧૭, રાજકોટમાં ૧૫, સુરેન્દ્રનગરમાં ૧૬.૪, ભુજમાં ૧૩.૮, નલિયામાં ૮.૮, કંડલા બંદર પર ૧૫.૪, કંડલા એરપોર્ટ પર ૧૫.૯, વેરાવળમાં ૧૭, વલસાડમાં ૧૩.૧, દ્વારકામાં ૧૮.૪, ઓખામાં ૨૦.૯ અને મહુવામાં ૧૨.૭ ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

You might also like