હવે એરલાઈન્સમાં ડબલ બેડવાળી સીટ

મિડલ ઈસ્ટની એરલાઈન કતાર એરવેઝ એવિએશન ઈન્ડસ્ટ્રીમાં સૌપ્રથમ વખત પ્લેનમાં ડબલ બેડવાળી સીટનો કન્સેપ્ટ લઈને અાવી છે. ક્યુ સ્વિટ તરીકે ઓળખાતી અા ડબલ બેડવાળી સીટ પ્લેનના બિઝનેસ ક્લાસમાં ફિટ કરવામાં અાવશે. તેમાં પાસપાસે રહેલી બે સીટો પુરેપુરી ફ્લેટ થઈને ડબલ બેડ ટાઈપની પથારીમાં કન્વર્ટ થઈ જશે. એની બહારનું દરવાજો બંધ કરી દેતાં અા ડબલ બેડ પુરેપુરો પ્રાઈવેટ એરિયા બની રહેશે. બંને સીટની સામે એક ટેલિવિઝન સ્ક્રિન ધરાવતી અા અનોખી સગવડ લંડન-દુબઈની ફ્લાઈટમાં અપાશે. અા પ્રાઈવેટ સ્પેસ પરિવાર સાથે મુસાફરી કરતા લોકોને બેસવા, જમવા કે કામ કરવાની તકો પુરી પાડશે.
http://sambhaavnews.com/

You might also like