ઢોંસા સેન્ડવિચ

સામગ્રી

6 બ્રાઉન બ્રેડ

2 મોટી ચમચી હંગકર્ડ (પાણી નિકાળેલું દહીં)

2 મોટી ચમચી મેશ કરેલું પનીર

1 મોટી ચમચી ઝીણું સમારેલ લસણ

¼ ચમચી મરી પાઉડર

1 કપ રેડી મેડ ઇનસ્ટન્ટ ઢોંસા મિક્સ પાઉડર

2 નાની ચમચી રિફાઇન્ડ તેલ

મીઁઠુ સ્વાદ અનુસાર

બનાવવાની રીતઃ ઇનસ્ટન્ટ ઢોંસા મિક્સના પેકેટમાં જણાવેલ વિગત પ્રમાણે ઢોંસાનું ખીરૂ તૈયાર કરો. એક બાઉલમાં હંગકર્ડ, પનીર, ધાણા, કાળા મરી અને મીંઠુ એડ કરી બરોબર મિક્સ કરો. બ્રેડને કિનારેથી કટ કરી લો. બ્રેડની એક સ્લાઇડ પર થોડો મસાલો ભરીને બરોબર ફેલાવી તેની પર બીજી બ્રેડ મૂકો. બધી જ બ્રેડને આ રીતે તૈયાર કરો. ધીમી આંચ પર એક નોન સ્ટિક તવા પર થોડું તેલ લગાવીને ઢોંસાના ખીરામાં દરેક બ્રેડને ડીપ કરીને તેને લાઇટ બ્રાઉન કલરની શેકી લો. તૈયાર ઢોંસા સેન્ડવિચને સોસ સાથે ગરમાગરમ સર્વ કરો.

You might also like