ડોરેમોન, શિન ચેનને બંધ કરવાની માંગ

નવી દિલ્હી: ડોરેમોન અને શિન ચેન જેવા કાર્ટૂન કેરેક્ટર આગામી સમયમાં કદાચ તમારા ટીવી પર જોવા નહી મળે. આ કેરેક્ટર્સના લીધે બાળકો પર નકારાત્મક પ્રભાવ પડી રહ્યો છે અને હવે તેમને બંધ કરવાની માંગણી થઇ રહી છે. આ સંબંધમાં ગ્વાલિયરના આરટીઆઇ એક્ટિવિસ્ટ આશીષ ચતુર્વેદીએ બ્રોડકાસ્ટિંગ કેન્ટેટ કંપ્લેન કાઉન્સિલને કાયદાકીય નોટીસ મોકલીને આ કાર્યક્રમોને બંધ કરવાની માંગ કરી છે.

આશીષે નોટીસમાં કહ્યું છે કે તેનાથી બાળકો પર નકારાત્મક પ્રભાવ પડી રહ્યો છે. આ કાર્યક્રમોને જોવાના લીધે બાળકો હિંસક, આક્રમક, વિરોધી, અશિષ્ટ અને જિદ્દી થઇ ગયા છે અને અભદ્ર વ્યવહાર કરી રહ્યાં છે. તેના સંબંધિત ઘણા મેડિકલ રિપોર્ટ તેમની પાસે છે.

નોટિસમાં કહેવામાં આવ્યું છે કે ડોરેમોન કાર્યક્રમનું પાત્ર નોબિતા માતા-પિતાની વાત માનતું નથી. તેનાથી બાળકોનું ધ્યાન અભ્યાસથી દૂર રહે છે. એક એપીસોડમાં નોબિતાના પિતા બાળકોને સિગરેટ અથવા સિગરેટ પીને ધૂમાડામાંથી ગોટો બનાવવાની વાત કરે છે. આ પ્રકારે શિન ચૈન કાર્ટૂનનું મુખ્ય પાત્ર પણ પોતાની માતા માટે પરેશાની ઉભી કરતો રહે છે. તે પોતાની માતાની મજાક ઉડાવે છે.

વર્ષ 2006માં સૂચના તથા પ્રસારણ મંત્રાલયે શિન ચેન પર પાબંધી લગાવી હતી. એક્સ રેટેડ સંબાદના લીધે શિન ચેન પર ઘણા દેશોમાં પાબંધી લગાવવામાં આવી છે. 2013માં બાંગ્લાદેશમાં ડોરેમોન પર પાબંધી લગાવી છે. તેના માટે તર્ક કરવામાં આવ્યો કે આ પાત્ર ખોટું બોલે છે. આ ઉપરાંત ચીન, અમેરિકા, મેક્સિકો, રૂસ, સ્પેન, ફ્રાંસ, જર્મની, બ્રાજીલ, અર્જેટિના, ઇઝરાઇલ જેવા 50 દેશોમાં તેના પર પાબંધી લાગી ચૂકી છે.

You might also like