ડોપિંગ રોકવા ખેલાડીઓના શરીરમાં માઇક્રોચિપ લાગશે

નવી દિલ્હીઃ રમતોમાં ડોપિંગનું દૂષણ રોકવા માટે આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સંઘના સીઈઓ માઇક મિલરે ખેલાડીઓના શરીરમાં માઇક્રો ચિપ લગાવવાનું સૂચન કર્યું છે. તેમનો દાવો છે કે આ ચિપના માધ્યમથી ખેલાડીઓ દ્વારા લેવામાં આવતી પ્રતિબંધિત દવાઓની ઓળખ થઈ શકશે.

રમતોમાં ડોપિંગને રોકવા માટે આયોજિત એક સંમેલનમાં બોલતાં તેમણે આ સૂચન કર્યું હતું. મિલરે કહ્યું, ”કેટલાક લોકો મારા આ સૂચનમાં વિશ્વાસ નહીં કરે, પરંતુ અાપણે ‘પશુપ્રેમી’ છીએ અને આપણે અાપણાં પાલતુ પશુઓનાં શરીરમાં જો ચિપ લગાવવા તૈયાર હોઈએ, તો પછી આપણા શરીરમાં શા માટે ચિપ ના લગાવી શકીએ?” મિલરનો એવો પણ દાવો છે કે આ પ્રણાલી પરીક્ષણ માટે સંપૂર્ણપણે તૈયાર છે. તેમણે જણાવ્યું, ”વર્તમાન પ્રણાલિના માધ્યમથી થોડા સમય દરમિયાન જ શરીરમાં પ્રતિબંધિત દવાની જાણકારી મેળવી શકીએ છીએ, જ્યારે ચિપના માધ્યમથી આપણે કોઈ પણ સમયે જાણકારી મેળવી શકીશું. જોકે આ મારા અંગત વિચારો છે.”

વિરોધીઓએ પ્રાઇવસીનો મુદ્દો ઉઠાવ્યો
જોકે માઇક મિલરના આ સૂચનને ઘણા લોકોએ નકારી કાઢીને આને પ્રાઇવસીનું ઉલ્લંઘન ગણાવ્યું છે. બ્રિટનની એન્ટની ડોપિંગ સંસ્થાની સીઈઓ નિકોલ સ્ટેપસીડનું કહેવું છે કે માઇક્રોચિપ અમારા ખેલાડીઓની પ્રાઇવસીનું ઉલ્લંઘન છે. અમે વધુ સારાં પરિણામ માટે ટેકનિકની મદદ લેવાના પક્ષમાં છીએ, પરંતુ અમે એવી ગેરંટી કેવી રીતે આપી શકીએ કે તેનો દુરુપયોગ નહીં થાય.

અહીં ચિપનો ઉપયોગ થાય છે
સ્વિડનની એક ફર્મ ‘એપિક સેન્ટરે’ ગત એપ્રિલમાં પોતાના કર્મચારીઓના શરીરમાં ચોખાના દાણા જેવડી માઇક્રો ચિપ
લગાવી હતી. એ ચિપ દ્વારા કર્મચારી કાર્ડ સ્વાઇપ કરવું, દરવાજો ખોલવો, પ્રિન્ટ કાઢવી અને કેન્ટિનમાં ખાવા-પીવાની ચીજો પણ ખરીદી શકે છે. આ ચિપને લગાવનારા કર્મચારીઓ માટે કંપની અલગથી પાર્ટીનું પણ આયોજન કરે છે.

આ છે વર્તમાન પ્રણાલિ
• વર્તમાન પ્રણાલી ‘એડમ્સ વેરઅબાઉટ સિસ્ટમ કહેવામાં આવે છે.
• આના દ્વારા ખેલાડીની દિનચર્યાનો ડેટા એકઠો કરવામાં આવે છે.
• ટૂર્નામેન્ેટનો કાર્યક્રમ, રાત્રે ઉતારાની સંપૂર્ણ જાણકીર એન્ટી-ડોપિંગ એજન્સીને આપવાની હોય છે.
• ખેલાડીઓએ સવારે પાંચથી રાતના ૧૧ વાગ્યા વચ્ચે ૬૦ મિનિટનો સ્લોટ આપવાનો હોય છે.
આ ખેલાડીઓ ડોપિંગમાં દોષી ઠર્યા
• નરસિંહ યાદવ (કુસ્તી)ઃ ભારતીય પહેલવાનને રિયો ઓલિમ્પિકમાં જતો રોકી દેવાયો.
• પ્રિયંકા પવારઃ એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ વિજેતા પર આઠ વર્ષનો પ્રતિબંધ લગાવાયો.
• શારાપોવાઃ આ રશિયન ખેલાડી પર ૧૫ મહિનાનો પ્રતિબંધ ફરમાવાયો.
• મરિયન જોન્સ (એથ્લેટિક્સ)ઃ અમેરિકન સ્ટારનો પોતાના ત્રણ મેડલ ગુમાવવા પડ્યા.
• લાન્સ આર્મસ્ટ્રોંગ (સાઇકલિંગ)ઃ અમેરિકન સ્ટાર ડોપ ટેસ્ટમાં નિષ્ફળ રહ્યો હતો.

You might also like