Categories: Ahmedabad Gujarat

ડોર ટુ ડોરની નવી સિસ્ટમની ગાડી 14 મહિના બાદ પણ પાટે ચઢી નથી

અમદાવાદ: મ્યુનિસિપલ સત્તાવાળાઓ દ્વારા શહેરીજનો પાસેથી સૂકો અને ભીનો કચરો અલગથી એકત્રિત કરવા માટેની ડોર ટુ ડોરની નવી સિસ્ટમમાં આજે પણ અનેક પ્રકારનાં ધાંધિયાં છે.

ચૌદ મહિના બાદ પણ આ નવી સિસ્ટમની ગાડી પાટે ચઢી નથી. આ સંજોગોમાં તંત્રની કચરો એકઠો કરવાની કામગીરી માટે ‘યુઝર્સ ચાર્જ’ વસૂલ કરવાની દરખાસ્તે નવો વિવાદ સર્જ્યો છે.

પૂર્વ મેયર ગૌતમ શાહના કાર્યકાળમાં તેમના નારણપુરા વોર્ડ અને ઇસનપુર વોર્ડ એમ બે વોર્ડમાં નાગરિકો પાસેથી સૂકો અને ભીનો કચરો એકત્ર કરવાની ડોર ટુ ડોરની નવી સિસ્ટમ કાર્યરત કરાઇ હતી.

ગત તા.૧૪ જુલાઇ, ર૦૧૭એ માત્ર ૧૭-૧૮ વાહન સાથે ડોર ટુ ડોરની નવી સિસ્ટમનો ઉતાવળથી પ્રારંભ કરાયો હતો. ત્યારબાદ ક્રમશઃ નવરંગપુરા, જોધપુર, મણિનગર, વટવા, ગોમતીપુર, ઓઢવ, શાહીબાગ, બાપુનગર એમ વિભિન્ન વોર્ડમાં ડોર ટુ ડોરની નવી સિસ્ટમ શરૂ કરાઇ હતી.

ડોર ટુ ડોરની નવી સિસ્ટમમાં પણ કચરો એકઠો કરનારી ગાડીમાં શાકભાજીની હેરફેર કરાય છે, રોડ પરનો કચરો સફાઇ કર્મચારીઓ ગાડીમાં ઠાલવે છે. ડોર ટુ ડોરના પોઇન્ટ ઓફ ઇન્ટરેસ્ટ (પીઓઆઇ) કવર થતા નથી, મકાનના રિનોવેશનનો ડેબ્રીજ ભરાય છે અને ખાસનો સૂકો અને ભીનો કચરો અલગ કરીને લઇ જવાના બદલે અગાઉની જેમ એકસાથે ભેગો કરાય છે, જેવી અનેક ફરિયાદના ખુદ મ્યુનિસિપલ ભાજપના ટોચના પદાધિકારીઓ પણ તંત્ર સમક્ષ કરી ચૂક્યા છે.

તંત્રના તમામ છ ઝોનમાં નવી સિસ્ટમ મુજબ ઝોનદીઠ બે કોન્ટ્રાક્ટરને કામ અપાયું છતાં પણ ડોર ટુ ડોરની કામગીરીના ધાંધિયાની ફરિયાદ તંત્રની સીસીઆરએસ સિસ્ટમ હેઠળના નંબર ૧પપ૩૦૩ સિવાય ક્યાંય થઇ શકતી નથી. પહેલાં દરેક કોન્ટ્રાક્ટરની કચરાની ગાડી પર તેનો કમ્પ્લેન નંબર લખાતો હતો. હવે તો ડોર ટુ ડોરની સિસ્ટમ ગેટ ટુ ડમ્પ બની ગઇ છે.

આમ નાગરિકોને ડોર ટુ ડોરમાં ખાસ સંતોષ મળતો ન હોવા છતાં તંત્રની યુઝર્સ ચાર્જની દરખાસ્તે વિવાદના વમળ ઊભા કર્યા છે. દરમ્યાન આ અંગે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અમૂલ ભટ્ટને પૂછતાં તેઓ કહે છે નાગ‌રિકો પાસેથી રોજના એક રૂપિયાનો યુઝર્સ ચાર્જ વધારે નથી, કેમ કે શહેરને સ્વચ્છ, સુંદર બનાવવા આ જરૂરી છે પરંતુ ગરીબો ઉપર તેનું ઓછું ભારણ આવે તેવા અમારા પ્રયાસ રહેશે. અમે ટેક્સના બિલના આધારે ગરીબની વ્યાખ્યા નક્કી કરીશું.

divyesh

Recent Posts

કળશ કૌભાંડઃ પૂજા સામગ્રીના નિકાલમાં નિયમો-પવિત્રતાનો ખુલ્લેઆમ ભંગ

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સતત એક અથવા બીજા પ્રકારનાં કૌભાંડ ગાજતાં હોય છે. હવે સાબરમતી નદીને ચોખ્ખીચણાક રાખવાના ઉદ્દેશથી નદી પરના…

6 hours ago

ગાંધીનગરમાં આજે દેશનો સૌથી મોટો ગ્લોબલ ટ્રેડ શો

અમદાવાદ: વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે બપોરથી ત્રણ દિવસ માટે ગુજરાતની મુલાકાતે છે વાઈબ્રન્ટ સમિટ ૨૦૧૯ અંતર્ગત ગાંધીનગર ટાઉનહોલ ખાતે…

6 hours ago

ગેમ્સમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓ માટે CBSE બોર્ડ અલગથી પરીક્ષા લેશે

અમદાવાદ: દેશભરના ઊભરતા ખેલાડીઓ માટે એક રાહતના સમાચાર આવ્યા છે, જે વિદ્યાર્થીઓને ઇન્ટરનેશનલ અને નેશનલ ગેમ્સમાં ભાગ લેવા માટે બોર્ડની…

6 hours ago

કર્ણાટકમાં ભાજપનું ‘ઓપરેશન લોટસ’ નિષ્ફળ: JDSના ધારાસભ્યને ૬૦ કરોડની ઓફરનો આરોપ

બેંગલુરુ: કર્ણાટકમાં કોંગ્રેસ-જેડીએસ ગઠબંધન સરકારને પાડવાની ભાજપની કોશિશોને મોટો ઝાટકો વાગ્યો છે. અસંતુષ્ટ કોંગ્રેસ ધારાસભ્યોએ છેક છેલ્લી ઘડીએ વફાદારી બતાવીને…

6 hours ago

અમદાવાદીઓ માટે આજે સાંજથી શોપિંગની મજા

અમદાવાદ: આજથી તા. ૨૮ જાન્યુઆરી સુધી ચાલનારા અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલમાં રૂ.બે હજારની રજિસ્ટ્રેશન ફી ભરીને શહેરના ૧૫,૪૦૦ વેપારીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું…

6 hours ago

આમંત્રણ પત્રિકામાંથી નાયબ મુખ્યપ્રધાનનું નામ જ ગાયબ

અમદાવાદ: અમદાવાદીઓ માટે રૂ.૭પ૦ કરોડના ખર્ચે બનાવાયેલી અતિ આધુનિક સરદાર વલ્લભભાઇ પટેલ હોસ્પિટલ આજે સાંજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે…

6 hours ago