VIDEO: આનંદીબેન પટેલનો નારાજગી અંગે ખુલાસો, કહ્યું કે,”સોશિયલ મીડિયા પર લોકો ભરોસો ન કરે”

આનંદીબેન પટેલે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું. આનંદીબેને પ્રેસ કોન્ફરન્સમાં નિવેદન આપતાં જણાવ્યું કે પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ નીરીક્ષકો આવતા હોય છે. પાર્લામેન્ટ્રી બોર્ડમાં 182 સીટની ચર્ચા થતી હોય છે. ગુજરાતનું પાર્લામેન્ટરી બોર્ડ અઢી દિવસ ચાલ્યું છે.

ભાજપનું પાર્લામેન્ટ્રી બોર્ડ અઢી દિવસ ચાલ્યું છે. આ બોર્ડમાં કોઈનો પણ વિરોધ ન હતો. જો કે 28 તારીખ સુધી સીટો ડીક્લેર થતી જશે. પહેલા તબક્કામાં 70 નામો જાહેર થયા તે રિપીટ કરાયાં. આ તમામ 70 ઉમેદવારોને મારા હ્રદયપૂર્વક અભિનંદન. કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા તેમને ટીકીટ અપાઈ છે.

હું તમામ ઉમેદવારોને મારા અભિનંદન પાઠવું છું. ભાજપનું લક્ષ્ય 150 સીટનું પૂર્ણ થશે. અને રિપિટ ફોર્મ્યુલામાં લોકોને શું વાંધો છે. હું પણ ચાર વખત ચૂંટણી લડી છું. રિપીટ ફોર્મ્યુલા એ કોઈ ખોટી ફોર્મ્યુલા નથી.

જો કે નારાજગીને લઈને આનંદીબેન પટેલે મોટું નિવેદન આપતા જણાવ્યું કે હું કોઈનાથી નારાજ નથી. ને સાથે સોશિયલ મીડિયા પર વહેતા મેસેજ પર પણ કોઇએ ભરોસો કરવો નહીં. સોશિયલ મીડિયામાં વહેતી થયેલી નારાજગીની વાતો પણ તદ્દન ખોટી છે. સોશિયલ મીડિયા પર લોકો ભરોસો ન કરે.

You might also like