વાળ કપાવ્યા પછી તમે આ ભૂલ ન કરતા, નહીં તો લેવા ના દેવા થઈ જશે

તમે મોટાભાગે વાણંદને વાળ કાપ્યા પછી ગરદન પર મસાજ કરતો જોયો હશે અને આ મસાજ તમને આરામ પણ આપતો હશે, પરંતુ આ મસાજ હકીકતમાં તમારા માટે જોખમકારક બની શકે છે.

હેરકટ કર્યા બાદ વાણંદ તમારી ગરદનને ડાબેથી જમણે અને જમણેથી ડાબે ફેરવે છે. હકીકતમાં આવું કરવાથી તમને ગરદનમાં ડેમેજ થઈ શકે છે અને ક્યારેક પેરાલિસિસનું પણ જોખમ રહે છે.

એક સમાચારપત્રના જણાવ્યા પ્રમાણે આ પ્રકારની ઘટના એક યુવક સાથે બની પણ ચૂકી છે. અજય કુમાર નામના એક યુવકે હેરકટ કરાવ્યા પછી મસાજ કરાવ્યું હતું.

જો કે તેના કહેવા પ્રમાણે મસાજની થોડી વાર પછી તેને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી હતી, કારણ કે મસાજથી અજયની ફ્રેનીક નસને (phrenic nerve) નુકશાન થયું હતું, જે શ્વાસોશ્વાસ પર નિયંત્રણ રાખે છે. તકલીફ થયા પછી અજયને વેન્ટિલેશન પર રાખવો પડ્યો હતો.

You might also like