સરળ સવાલોના જવાબ ગૂગલ પર ન શોધોઃ વૈજ્ઞાનિક

નવી દિલ્હી: જો તમારાં બાળકો સરળ સવાલોનો જવાબ શોધવા ગૂગલનો ઉપયોગ કરે છે તો તમે કંઇક ખોટું કરી રહ્યા છો. એક નવા સંશોધનમાં એ વાત સામે આવી છે કે ઇન્ટરનેટનો વધુ પડતો ઉપયોગ તમારી નિર્ણય લેવાની ક્ષમતાને પ્રભાવિત કરી શકે છે. એક અભ્યાસ મુજબ કોઇ પણ સવાલનો જવાબ શોધવા લોકો ગૂગલ પર પોતાના કરતા પણ વધુ ભરોસો કરવા લાગ્યા છે.

કેનેડાની વોટર લૂ યુનિવર્સિટીના પ્રોફેસર ઇવાન એફ રિસ્કોના જણાવ્યા મુજબ એ વાત સાચી છે કે ઇન્ટરનેટની સર્વવ્યાપકતાએ આપણને જાણકારીનો ભંડાર આપ્યો છે, પરંતુ આ ભંડારના કારણે લોકો ખુદના જ્ઞાન પર ઓછો ભરોસો કરવા લાગ્યા છે.  પ્રો. રિસ્કોએ અભ્યાસ માટે ૧૦૦ વ્યક્તિની ટીમનું પરીક્ષણ કર્યું.

તેમાં તેમણે સરળ સવાલ કર્યા તેમાંથી મોટા ભાગના લોકો પાસે ઇન્ટરનેટની સુવિધા હતી. જેને સવાલોનો જવાબ ખબર ન હતી તે ઇન્ટરનેટનો ઉપયોગ કરવા લાગ્યા. ઇન્ટરનેટ આપણા નિર્ણયોને પણ પ્રભાવિત કરી શકે છે. આ સંશોધન આપણને ઇન્ટરનેટ પર વધતી નિર્ભરતા પ્રત્યે સાવચેત કરે છે.

You might also like