ત્રિપલ તલાક પર રાજનીતિ ન કરો: પીએમ મોદી

દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે બસવ જયંતિ પર સંબોધન કરતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રિપલ તલાક અંગે નિવેદન આપતાં જણાવ્યું હતું કે ત્રિપલ તલાક પર રાજનીતિ ન કરો. ત્રિપલ તલાક મામલે મુસ્લિમ સમાજ આગળ આવે તેવું પણ પીએમ મોદીએ જણાવ્યું હતું. મુસ્લિમ સમાજ પણ મહિલા સશક્તિકરણ માટે પ્રયાસ કરે તેમજ તમામ લોકો મહીલાઓના હક માટે આગળ આવે એમ સંબોધનમાં જણાવ્યું હતું. ભારતે દુનિયાને સત્યાગ્રહનો સંદેશ આપ્યો છે. તેમણે વધુમાં જણાવ્યું કે ભારતનો ઇતિહસ અત્યાચાર સહન કરવાનો નથી.

ભેદભાવ વગર નાગરિકોને તમામ સુવિધા મળવી જોઇએ. ભ્રષ્ટાચાર અંગે પીએમ મોદીએ કહ્યું કે ભ્રષ્ટાચાર નાબૂદ કરવા કેન્દ્ર સરકાર હંમેશા તત્પર છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું સમાજના દરેક વર્ગમાંથી આવનાર મહિલાઓને પોતાનો વિચાર વ્યક્ત કરવા હક્ક આપ્યો. પીએમ મોદીએ કહ્યું કે રાજા રામમોહનરાયે જ્યારે વિધવા વિવાહ માટે વાત રાખી હશે ત્યારે તે વખતના સમાજે તેમની કેટલી નિંદા કરી હશે છતાં તેઓ તેમની વાત પર અડગ રહ્યા.

http://sambhaavnews.com/

You might also like