જાણ્યા વગર ન લગાવો પ્રવેશ દ્વાર પર ગણેશજી ની મૂર્તિ…..

હિંદુ ધર્મ પ્રમાણે ભગવાન ગણેશજીની પ્રતિમાં ઘરમાં લગાવવી તે શુભ માનવામાં આવી રહ્યુ છે હંમેશા જોવામાં આવે છે કે નવા ઘરમાં પૂજા-પાઠ કરાવ્યા બાદ મુખ્ય દ્વાર પર ગણેશજીની લગાવવમાં આવે છે. અજાણતામા ઘણા લોકો આવુકરતા હોય છે, મુખ્ય દ્વાર પર ગણેશજીની મૂર્તિ ક્યારે લગાવવી શુભ છે જાણો આ અહેવાલ પરથી.

વાસ્તુ અનુસાર, જો તમારો મુખ્ય દ્વાર દક્ષિણ કે ઉત્તર દિશામાં છે ત્યારજ પોતાના મુખ્ય દ્વાર પર ગણેશજીની મૂર્તિ લગાડવી જોઈએ.ગણેશજીની પ્રતિમાંને ઘરમાં લાવતી વખતે ઘ્યાન આપો કે જો તમારે મૂર્તિ ઘરની બહાર લગાડવી છે તો તેમની સૂંઢ ડાબી બાજુએ હોવી જોઈએ, જ્યારે ઘરની અંદર લગાડવાની પ્રતિમામાં સૂંઢ દક્ષિણમાં હોવી જોઈએ.

જો તમે ગણપતિ બપ્પાની મૂર્તિ ઘરમાં લગાડવા માંગો છો તો તે બેઠેલી મુદ્ગામાં હોવી જોઈએ, જ્યારે કાર્યસ્થળ પર ઉભેલા ગણપતિની પ્રતિમાં સ્થાપિત કરવી જોઈએ. જેનાથી તમારા ધંધા રોજગારમાં સ્થિરતા બની રહે છે.

જો તમારા ઈસ્ટ દેવતા ગણપતિ દાદા છે તો તેમની સ્થાપના મધ્યમાં કરીને ઈશાન ખુણામાં ભગવાન વિષ્ણુ, અગ્નિકોણમાં શ્રી શંકર અને નૈરૂત્યમાં ભગવાન સુર્ય અને વાયુકોણમાં માં દુર્ગાને સ્થાપિત કરવા જોઈએ.

ધ્યાન આપવા વાળી વાત એ છે કે ભગવાનની પ્રતિમા કે કોઈ ચિત્ર કોઈ એવી દીવાલ પર ન લગાવવું જોઈએ જે બાથરૂમ સાથે મળતી હોય. એવું કરવાથી મંગળદોષ લાગે છે.ગજાનંદને મોદક અને તેમનું આસન મૂષક અતિપ્રિય હોય છે. જેથી ચિત્ર લગાવતી વખતે યાદ રાખો કે ચિત્રમાં મોદક કે લાડુ અને મૂષક અવશ્ય હોય.

You might also like