તમારા સ્માર્ટફોનને આવી જગ્યાએ ના મૂકશો

જો તમે તમારા સ્માર્ટફોનને બેદરકારીથી ક્યાંય પણ મૂકી દો છો તો સંભાળી લો. સાંભળવામાં ભલે તમને વિચિત્ર લાગે પરંતુ આ સાચું છે. અમે તમને જણાવી દઇએ કે તમારે તમારો સ્માર્ટફોન ક્યાં રાખવો જોઇએ નહીં.

1. ફોનને બેગમાં મૂકવો એક સામાન્ય આદત છે, પરંતુ ફોનને બેગમાં મૂકતી વખતે ધ્યાન રાખવા જેવી વાત છે કે સ્માર્ટફોન પુસ્તકો કે પાણીની બોટલ નીચે ભારે વસ્તુઓની નીચે મૂકશો નહીં. હકીકતમાં ભારે વસ્તુઓની નીચે તમારા ફોનની બેટરી ખતમ થઇ જાય છે અને ફાટી પણ શકે છે.

2. બાથરૂમ અથવા ટોયલેટમાં ફોન લઇ જવો ભારે પડી શકે છે. હકીકતમાં આવી જગ્યાએ ફોન પડી જવાના ચાન્સીસ વધારે છે.

3. તમે રસ્તામાં છો અને ગરમી વધારે છે અને રીંગ વાગે છે તો તમે ચાલુ વ્હીકલે ફોન ઉઠાવી લો છો. પરંતુ આ ટેવ પણ ઘણી ખતરનાક છે. કારણ કે ફોન માટે શરૂરિયાત કરતા વધારે કે ઠંડુ ટેમ્પરેચર સારું નથી.

4. જમવાનું બનાવતી વખતે ફોન ઉઠાવવો ઘણી સામાન્ય વાત છે, પરંતુ તમે તમારા ફોનને ગેસ સ્ટવથી નજીક રાખીને ખાવાનું બનાવો છો તો તેના ફાટવાનો ચાન્સ વધારે છે.

5. સૂતી વખતે ફોનને બેડ ઉપર કે ટેબલ પર મૂકવો તમારા માટે સામાન્ય વાત હશે. પરંતુ તમારો ફોન વાઇબ્રેટ પર હોય અને રીંગ વાગે તો પડી જાય છે.

6. જીન્સના પાછળના ખિસ્સામાં પણ જો ફોન મૂકવો તમારી સામાન્ય આદત છે તો ચેતવી જજો કારણ કે તમારા બેસવા અને ઊભા થવા દરમિયાન ફોનની બેટરી પર અસર પડે છે અને તેની ક્ષમતા પ્રભાવિત થઇ શકે છે.

You might also like