પુરાણો અનુસાર, આવા છોકરાઓ સાથે લગ્ન કરવાનું ટાળો

લગ્નની વાત ચાલી રહી હોય તો તમારે પુરાણોમાં કહેલી કેટલીક વાતો જાણી લેવી જોઇએ. પુરાણોમાં પુરુષો માટે લગ્નના કેટલાક નિયમો બતાવવામાં આવ્યા છે, તો કન્યાઓ માટે કેટલીક સલાહ આપવામાં આવી છે. તો આવો જાણીએ પુરાણો મુજબ છોકરીઓએ કેવી-કેવી વાતો જાણીને છોકરા સાથે લગ્ન કરવાં જોઇએ.

કોઇ વ્યક્તિ રૂપવાન અને ધનવાન ગમે તેટલો હોય પણ જો તે જ્ઞાની ન હોય તો તેની સાથે લગ્ન ન કરવા જોઇએ. દેવી ભાગવત પુરાણમાં રાજકુમારી દમયંતીએ નારદ મુની સાથે લગ્ન માટે પોતાના માંને આ તર્ક જ આપ્યો હતો. દમયંતી કહે છે- મૂર્ખ સાથે રહેવું દર ક્ષણે મૃત્યુ સમાન છે પછી તે રૂપવાન કે ધનવાન જ કેમ ન હોય.

પોતાના પર અહંકાર કરવાવાળા છોકરાઓ સાથે સંબંધ ન જોડવો જોઇએ. ગુણવાન વ્યક્તિ સામાન્ય આવકવાળો જ કેમ ન હોય, તેની સાથે સંબંધ જોડવાથી જ અંતમાં સુખ મળે છે.

વિષ્ણુ પુરાણમાં લગ્નના નિયમના વિષયમાં કહ્યું છે કે ગંભીર રૂપથી બીમાર વ્યક્તિ સાથે લગ્ન ન કરવાં જોઇએ. વ્યક્તિ ધનિક હોય પણ અસ્વસ્થ હોય તો તેની સાથે સંબંધ ન બાંધવો જોઇએ.

શિક્ષા ગ્રહણ કરી રહેલા વ્યક્તિ સાથે લગ્ન ન કરો. જ્યારે વ્યક્તિ પોતાનો અભ્યાસ પૂર્ણ કરીને ધન કમાતો થઇ જાય ત્યારે જ વિવાહ કરવા જોઇએ. તમામ પુરાણોમાં કોઇના કોઇ રૂપે આ વાતનો ઉલ્લેખ થયેલો છે, કેમ કે શિક્ષા મેળવી રહેલા વ્યક્તિને બ્રહ્મચર્ય આશ્રમમાં રહેવાની સલાહ આપવામાં આવી છે.

દેવી ભાગવત પુરાણમાં કહેવામા આવ્યું છે કે જે વ્યક્તિને સંગીત કળામાં રસ ન હોય, જેને સુર-તાલ અને લયની સમજ ના હોય કે તેની સાથે સંબંધ રાખવાથી સુખ ન મળી શકે. દેવી ભાગવત પુરાણમાં રાજકુમારી દમયંતી આવું એટલા માટે કહે છે કે સંગીત વિનાનો માણસ પથ્થર જેવો હોય છે અને આવા વ્યક્તિ સાથે જીવન વિતાવવું અઘરું હોય છે.

You might also like