ઉજ્જૈનમાં ગધેડાના મેળામાં દાંત જોઈને કિંમત નક્કી થાય છે

મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં કારતક મહિનાની પૂનમમાં પાંચ દિવસ સુધી ગધેડાનો મેલો ભરાય છે. અહીં ભારતભરના ઉછેરકો પશુઓને લઈને અાવે છે અને શણગારીને તેને વેચવા માટે મૂકે છે. દર વર્ષે અહીં હજારોની સંખ્યામાં ગધેડાની લે-વેચ થાય છે. ઘોડા અને ખચ્ચર જેવા પ્રાણીઓ પણ વેચવા માટે મૂકાય છે. ગધેડાને કેટલા દાંત છે તેના પરથી તેની કિંમત નક્કી થાય છે. વધુ દાંતવાળા ગધેડાને બુદ્ધિશાળી ગણાય છે. તેવા ગધેડા અાઠ હજારથી લઈને વીસ હજાર રૂપિયા સુધીમાં વેચાય છે.

You might also like