દાનપેટીમાંથી નીકળ્યું નવી નોટોનું દાન

રાજસ્થાનના ચિત્તોડગઢમાં સાંવલિયાજીનું મંદિર આવેલું છે.  આ મંદિરમાં ૮ નવેમ્બરથી લઇને ૨૮ નવેમ્બર સુધીમાં આશરે રૂ.નવ લાખનું દાન આવ્યું. ખેર, મંદિરોમાં દાન આવે તેની કોઇ નવાઇ નથી. તમે વિચારશો કે રૂ.૫૦૦ કે ૧૦૦૦ની જૂની નોેટોનું દાન કરી દેવામાં આવ્યું હશે પણ હકીકત અલગ છે. વીસ દિવસની અંદર જે રૂ.નવ લાખનું દાન આવ્યું છે તેમાં રૂ.૨૦૦૦ની અને ૫૦૦ની નવી નોટોનો સમાવેશ થાય છે. એક તરફ જ્યાં લોકોને રૂપિયા એક્સચેન્જ કરાવવા અને એટીએમમાંથી નાણાં ઉપાડવાં માટે પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે, ત્યાં સાંવલિયાજી મંદિરમાં દાનમાં આવેલી બે હજાર અને પાંચસો રૂપિયાની નોટોનું દાન જોઇને સૌ કોઈ આશ્ચર્યમાં મુકાઇ ગયા છે.

મંદિરમાં આવેલાં દાનની ગણતરી કરવા માટેના રૂમમાં ૧૪ સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. મંદિરના સંચાલકોનું કહેવું છે કે જૂની નોટોનું પણ દાન આવ્યું છે પણ એક તરફ જ્યાં લોકોને નવી નોટો નથી મળી રહી ત્યાં દાનપેટીમાં નવી નોટો જોઇને સહેજ આંચકો ચોક્કસ લાગ્યો છે. આ મંદિરમાં વીસ દિવસમાં બે હજારની ૪૪૧ નોટો અને પાંચસો રૂપિયાની ૬૭ નોટો દાનમાં આવી છે.
http://sambhaavnews.com/

You might also like