ડોનાલ્ડ ટ્રંપે જીત્યો ઇન્ડિયાના પ્રાઇમરી, ડેટ ક્રૂઝે છોડ્યુ મેદાન

વોશિંગટનઃ અમેરિકામાં રાષ્ટ્રપતિ પદની ઉમેદવારી માટે દાવેદારીની લડત જ્યારે નિર્ણાયક તબક્કે પહોંચી ગઇ છે. ત્યારે ડોનાલ્ડ ટ્રંપ હવે રિપબ્લિકન પાર્ટી તરફથી ઉમેદવાર બનવાની ખુબ જ નજીક પહોંચી ગયા છે. તેમણે ઇન્ડિયાનામાં તેમના નિકટતા પ્રતિસ્પર્ધિ ટેડ ક્રૂઝને હરાવીને મોટી જીત હાંસલ કરી છે. ઉમેદવારી માટે ઇન્ડિયાનાના પ્રાથમિક પરિણામો ખૂબ જ મહત્વના સાબિત બની શકે છે.

ટ્રંપે 50 ટકાથી વધારે વોટ પ્રાપ્ત કરીને વિશાળ જીત મેળવી છે. તેણે ટેક્સાસ સેનેટર ટેડ ક્રૂઝને આ મામલે પછાડ્યા છે. મળતી માહિતી પ્રમાણે ટેડ ક્રૂઝે પોતાની હાર સાથે જ પોતાનું અભિયાન પૂર્ણ કર્યું છે અને રેસની બહાર નિકળી ગયા છે. જેને કારણે ટ્રંપ માટે આગળનો રસ્તો ખૂબ જ સરળ બની રહેશે. જ્યારે બર્ની સેન્ડર્સમાં પોતાના ડેમોક્રેટ પ્રતિસ્પર્ધી હિલેરી ક્લિન્ટનને હરાવીને ઇન્ડિયાનાની પ્રાઇમરી ચૂંટણીમાં જીત પ્રાપ્ત કરી છે.

ઉલ્લેખનિય છે કે આ ચૂંટણી ટેડ ક્રૂઝ માટે પણ ખૂબ જ ખાસ હતી. તેના માટે તેમણે પોતાનું બધુ જ દાવ પર લગાવી દીધું હતું. જોકે ક્રૂઝે સ્પષ્ટ પણે તેમ ન હતું કહ્યું કે ઇન્ડિયાનામાં હાર્યા પછી તેઓ ઉમેદવારીની રેસમાંથી બહાર નિકળશે કે નહીં, પરંતુ તેમણે એવું ચોક્કસ કહ્યું હતું કે આ ચૂંટણી પછી તેઓ એક ખાસ સ્થિતિમાં હશે. આ પહેલાં ક્રૂઝ ચૂંટણીમાં ખૂબ જ ઉત્સાહિત જોવા મળી રહ્યાં હતાં. તેમણે ડોનાલ્ડ ટ્રંપ પર એવું નિવેદન આપ્યું હતું કે આ વ્યક્તિ ક્યારે પણ સાચુ બોલી શકે તેમ નથી. તો ટ્રંપ પર ક્રૂઝ એટલા માટે પણ ગુસ્સે હતા કેમકે ટ્રંપે એક ટીવી શોમાં એવું નિવેદન આપ્યું હતું કે જોન એફ કેનેડીની હત્યામાં ક્રૂઝના પિતાનો હાથ હતો. ત્યાર બાદ ક્રૂઝે ટ્રંપને એક વ્યાભીચારી વ્યક્તિ તરીકે ગણાવ્યો છે. જેની પર ટ્રંપે એનું નિવેદન આપ્યું હતું કે ક્રૂઝ દિવસેને દિવસે પાગલ થઇ રહ્યાં છે.

You might also like