ડોનાલ્ડ ટ્રમ્પની નીતિની અસર, પાકિસ્તાની મૂળના અમેરિકન બેટ્સમેને ટીમ છોડી

ન્યૂયોર્ક: અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સાત મુસ્લિમ દેશોના લોકો પર 90 દિવસો સુધી લગાડેલા પ્રતિબંધની નીતિની અસર દેખાવા લાગી છે અને એને ધ્યાનમાં રાખતા આઈસીસી અમેરિકાઝની ટીમમાં શામેલ પાકિસ્તાની મૂળનો બેટ્સમેન ફહાદ બાબરે ટૂર્નામેન્ટની અધવચ્ચે જ ટીમ છોડી દીધી.

અમેરિકાના બેટ્સમેન ફહાદે ટ્રમ્પની આ નીતિ પછી આઈસીસી અમેરિકાઝની ટીમના બારબાડોસમાં ચાલી રહેલા વેસ્ટઇન્ડિઝ રીજનલ સુપર 20 કેમ્પેઇનને અધવચ્ચે જ છોડી દીધું.

બાબર મૂળ તો પાકિસ્તાનનો છે પરંતુ આઈસીસીના સાત વર્ષ સુધીના નિવાસના નિયમ પછી તે અમેરિકા તરફથી રમવા માટે ક્વોલિફાય થઈ ગયો કેમ કે અમેરિકાની સરકારે સાત મુસ્લિમ દેશોના લોકો પર 90 દેશો માટે અમેરિકા આવવા પર પ્રતિબંધ લગાડી દીધો છે.

ફહાદ બુધવાર રાત્રીના જ બારબાડોસ છોડી શિકાગો પાછો આવી ગયો હતો. તેનું કહેવું હતું કે મને આવવામાં કોઈ મુશ્કેલી નથી નડી. પરંતુ ડર લાગવા માંડ્યો છે. ફહાદ આઈસીસી અમેરિકાઝ ટીમમાં શામેલ 6 મુસ્લિમોમાંથી એક ખેલાડી છે.

You might also like