‘ભારતને લઈને ચીન-પાકનું બેવડું વલણ સહન નહિ કરે ટ્રમ્પ’

અમેરિકાના નવા ચુંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત પ્રતિ પાકિસ્તાન અથવા ચીનના બેવડા વલણને પસંદ નથી કરતા. ડોનાલ્ડ ટ્રમ્પની કોર ટીમના એક સદસ્યે જણાવ્યું કે ટ્રમ્પ ભારતના કોઈ પણ પડોશી દેશના બેવડાં વલણને સહન નહિ કરે. આ રીતે એ સ્પષ્ટ થઈ ગયું છે કે પાકિસ્તાનને ટ્રમ્પ પાસેથી કોઈ નરમ વ્યવહારની આશા ન કરવી જોઈએ. રિપબ્લિકન હિંદુ કોએલિશનના સંસ્થાપક અને અધ્યક્ષ ટ્રમ્પના વિશ્વસનીય સહયોગી શલભ કુમારે એ પણ જણાવ્યું કે ટ્રમ્પ ભારત-પાક દોસ્તીનું સમર્થન કરશે.

શલભે કહ્યું કે નવા ચુંટાયેલા રાષ્ટ્રપતિએ આ નીતિ તો બહુ સ્પષ્ટ કરી દીધી છે કે તે ભારતના કોઈ પણ પડોશી દેશના બેવડા વલણને સહી નહિ લે. ઉલ્લેખનીય છે કે એક તરફ પાકિસ્તાન અને ચીન આતંકી સંગઠનોનું સમર્થન કરે છે અને બીજી બાજુ ભારત સાથેની દોસ્તીની વાત પણ કરે છે.

ભારતમાં તો પૂરા આતંકવાદ જ પાકિસ્તાનમાં ચાલી રહેલા આતંકી સંગઠનોની દેન છે, પરંતુ પાક એના પર કોઈ કાર્યવાહી નથી કરી રહ્યું. હવે આશા છે ટ્રમ્પ આ મામલે પાકિસ્તાન વિરુદ્ધ કડક વલણ બતાવે. નવા ચુંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પથી પાછલા મહિને મુલાકાત પછી પણ શલભ કુમારે જણાવ્યું હતું કે ડોનાલ્ડ ટ્રમ્પ ભારત અને પાકિસ્તાન વચ્ચે ગ્રેટર ફ્રેન્ડશિપથી ભારત-પાકિસ્તાન સંબંધો, ભારત-અમેરિકા વેપાર, ચીન જેવા અને મામલા પર વાત કરી હતી.

You might also like