ઓબામાએ કરી ભવિષ્યવાણી, ડોનાલ્ડ ટ્રંપ નહી બની શકે રાષ્ટ્રપતિ

રેંચો મિરાજ (અમેરિકા): અમેરિકન રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ કહ્યું કે વ્હાઇટ હાઉસને આશા છે કે ડોનાલ્ડ ટ્રંપ રાષ્ટ્રપતિના રૂપમાં ચૂંટાઇ શકશે નહી. બરાક ઓબામાએ રીયલ એસ્ટેટ સાથે સંકળાયેલા ઉદ્યોગપતિની તેમના નિવેદનો માટે આકરી ટીકા કરી.

બરાક ઓબામાએ મંગળવારે કેલિફોર્નિયામાં સંવાદદાતાઓને કહ્યું કે ‘મારું માનવું છે કે ટ્રંપ રાષ્ટ્રપતિ બની નહી શકે. કારણ કે અમેરિકન લોકોમાં મને અગાઢ વિશ્વાસ છે. અને મારું માનવું છે કે રાષ્ટ્રપતિ પદનું દાયિત્વ એક ગંભીર કામ છે.’

બરાક ઓબામાએ 10 દક્ષિણ પૂર્વ એશિયાઇ દેશોના નેતાઓ અને પ્રતિનિધિઓ સાથે શિખર સંમેલનથી અલગ કહ્યું કે ‘આ કોઇ ટોક શો કે રિયાલીટી શો કરવા જેવું નથી. આ માર્કેટિંગ નથી. આ કઠિન કામ છે.’ તેમણે કહ્યું કે ‘અમેરિકન લોકો ખૂબ સમજદાર છે. અને મારું માનવું છે કે અંતે તે સમજદારી ભર્યો નિર્ણય કરશે.’ સર્વેક્ષણોના અનુસાર રાષ્ટ્રપતિ પદની ઉમેદવારીના રિપબ્લિકન દાવેદારોમાં 69 વર્ષીય ટ્રંપ ઘણા આગળ ચાલી રહ્યાં છે.

You might also like