ટ્રમ્પનો રમજાન સંદેશઃ મુસ્લિમો હિંસા છોડી આતંક ખતમ કરે

વોશિંગ્ટન: અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વિશ્વભરના મુસ્લિમોને પવિત્ર માસ રમજાનના મુબારકબાદ પાઠવ્યા છે. સાથે જ તેમણે જણાવ્યું છે કે મુસ્લિમો હિંસાનો માર્ગ છોડે અને દુનિયામાંથી આતંકવાદને ખતમ કરવા માટે મદદ કરે. રમજાન પ્રસંગે પોતાના સંદેશામાં ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે રમજાન આપણને ઉપદેશ આપે છે કે હિંસા ખતમ કરવામાં આવે અને શાંતિ સ્થાપવામાં આવે. આપણે એવા લોકોને મદદ કરવી જોઈએ, જેઓ ગરીબી અને યુદ્ધમાં ફસાયા છે.

ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના મેસેજમાં માંચેસ્ટર બોમ્બિંગ અને ઈજપ્તમાં ખ્રિસ્તીઓ પર થયેલા હુમલાનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે આ વર્ષે વેકેશનના આરંભમાં યુનાઈટેડ કિંગ્ડમ અને ઈજિપ્તમાં બર્બર આતંકી હુમલા થયા છે. આવું કરવું એ રમજાનના સિદ્ધાંતોની વિરુદ્ધ છે. તાજેતરમાં પોતાના સાઉદી અરેબિયાના પ્રવાસ પર ટ્રમ્પે આતંકવાદની ટીકા કરી હતી, પરંતુ રેડિકલ ઈસ્લામિક ટેરરિઝમ એ‍વા શબ્દનો ઉપયોગ કર્યો નથી. જ્યારે રાષ્ટ્ર પ્રમુખની ચૂંટણીના પ્રચાર દરમિયાન રેડિકલ ઈસ્લામિક ટેરરિઝમ શબ્દનો ખૂબ જ ઉપયોગ કરવામાં આવ્યો હતો.

સાઉદી અરેબિયામાં ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે ૫૦ મુસ્લિમ દેશોના નેતાઓ સાથે બેઠક યોજીને હું ગૌરવ અનુભવું છું. અહીં મુસ્લિમોના બે પવિત્ર સ્થળો છે. અમે અહીં શાંતિ અને સુરક્ષા ઈચ્છીએ છીએ.
http://sambhaavnews.com/

You might also like