અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ આજે પહેલી વાર મોદી સાથે ફોન પર વાત કરશે

નવી દિલ્હીઃ અમેરિકાના ૪૫મા રાષ્ટ્રપ્રમુખ તરીકે શપથ લીધા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ પહેલીવખત વડાપ્રધાન મોદી સાથે ટેલિફોનિક મુલાકાત કરશે. ભારતીય સમય અનુસાર ટ્રમ્પ રાતે ૧૧-૩૦ કલાકે મોદી સાથે ફોન પર વાત કરશે. જેમાં બંને દેશ વચ્ચેના વિવિધ મુદા પર ચર્ચા થશે. ખાસ કરીને ભારત સાથે સંકળાયેલા એચવનબી વિઝા સહિત અનેક મુદા અંગે ચર્ચા થઈ શકે તેમ છે.

મોદી અને ટ્રમ્પ વચ્ચે થનારી આ ચર્ચાથી બંને દેશ વચ્ચેના સંબંધો વધુ મજબૂત થશે તેવી અધિકારીઓ અાશા વ્યકત કરી છે. અગાઉ ગત ૨૦ જાન્યુઆરીએ મોદીએ ટ્રમ્પને શુભેચ્છા પાઠવી હતી. તેમજ તે પહેલા પણ ટ્રમ્પના વિજય બદલ મોદીએ શુભેચ્છા પાઠવી હતી. જોકે ભારતીય અધિકારીઓનું માનવુ છે કે નવા રાષ્ટ્રપ્રમુખની ભારત માટે કેવી પોલીસી રહેશે તે વાત સમજવામા થોડી વાર લાગશે.

વોશિંગટન ખાતેના ભારતીય રાજદુત નિરૂપમા રાવના જણાવ્યા અનુસાર ભારતે ટ્રમ્પ અને તેમની ટીમ સાથે મુલાકાત કરવામાં વિલંબ કરવો ન જોઈએ. આ માટે ભારતે ઝડપથી પહેલ કરવી જોઈએ. અધિકારીઓએ એવી ‍આશંકા વ્યકત કરી હતી કે ટ્રમ્પની વિદેશ નીતિને લઈને થોડી આશંકા છે. રાષ્ટ્રપ્રમુખ બન્યા બાદ ટ્રમ્પે વાંરવાર બાય અમેરિકન, હાયર અમેરિકનની વાત પર ભાર મુક્યો છે તેથી તે ભારત માટે સારી વાત ગણી ન શકાય. તેમ છતાં તેમની વિદેશ નીતી કેવી રહે છે તેના પર આધાર રહેશે.

જોકે ટ્રમ્પે અગાઉ ભારતને તેમનો સારો મિત્ર દેશ ગણાવ્યો હતો. અને મોદીને તેમના સારા મિત્ર ગણાવ્યા હતા તેથી આ બાબત ભારત માટે સારી ગણી શકાય છે.
http://sambhaavnews.com/

You might also like