ટ્રંપ લગાવશે મુસ્લિમ દેશોમાંથી આવનાર લોકોના વિઝા પર રોક

વોશિંગ્ટન: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ બુધવારે મોટાભાગના શરણાર્થીઓના અમેરિકા આવવા પર અસ્થાયી પ્રતિબંધના એક્ઝીક્યૂટીવ ઓર્ડર પર સહી કરી શકે છે. કોંગ્રેસના સહયોગી અને ઇમિગ્રેશનના વિશેષતજ્ઞોનું કહેવું છે કે આ ઉપરાંત સીરિયા અને છ અન્ય મધ્ય પૂર્વ અને આફ્રિકી દેશોના નાગરિકોના વિઝા સસ્પેશન્સ પણ કરી શકે છે. હોમલેન્ડ સુરક્ષા વિભાગની યાત્રા દરમિયાન રાષ્ટ્રપતિની પહેલી કાર્યવાહી પર સહી કરશે એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

એક અધિકારના જણાવ્યા અનુસાર આગળના દિવસોમાં વધારે કામ શરૂ કરવામાં આવશે. ટ્રંપે ટ્વિટ કર્યું છે કે બુધવારે રાષ્ટ્રીય સુરક્ષા પર યોજનાનો મોટો દિવસ છે. ઓળખ ઉજાગર ન કરવાના અનુરોધ પર સહયોગિઓ અને વિશેષજ્ઞોએ કહ્યું કે બીજા આદેશ હેઠળ સીરિયા, ઇરાક, ઇરાન, લીબિયા, સોમાલિયા, સૂડાન અને યમન જેવા મુસ્લિમ દેશોથી કોઇ પણ નાગરિક માટે રજૂ કરેલા વિઝાને બ્લોક કરી શકે છે.

હાલના પ્રસ્તાવમાં ઓછામાં ઓછા 4 મહિના સુધી દરેક શરણાર્થીઓના પ્રવેશ પર રોક લગાવવાની સાથે મુસ્લિમ દેશોથી આવતાં લોકો પર અસ્થાઇ પ્રતિબંધ લગાવવાની વાત કરવામાં આવી છે. ટ્રંપને સત્તાવાર ટ્વિટર હેન્ડલથી એના સંબંધિતમાં ટ્વિટ પણ કર્યું હતું. ટ્વિટમાં કહેવામાં આવ્યું કે રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખતાં કાલે એક મોટો નિર્ણય લેવાનો દિવસ છે. બીજા કેટલાક કામોની જેમ આપણે એક દિવાલ પણ ઊભી કરીશું.

You might also like